દિવાળીપુરા અને સમા વિસ્તારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં
રોજ ચોરીના ઘટનાને અંજામ આપી નાઇટ પેટ્રોલિંગ સરેઆમ લીરેલીરા ઉડાવતા તસ્કરો
વડોદરા તા.9
દિવાળીપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા રિટાયર્ડ જીએસટી સુપ્રિન્ટેન્ડેન્ટ તથા સમાના તાજ એપાર્ટમેન્ટના મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી તસ્કરો રૂ. 3.52 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
શહેરના ઓપી રોડ પર દિવાળીપુરા વિસ્તારમાં સુસ્કૃતિનગરમાં વિભાગ-2માં રહેતા યોગેશકુમાર રતિલાલભાઈ ભગત જીએસટી સુપ્રિન્ટેડન્ટ છે અને તેમના પત્ની કલ્પાનાબેન નાયબ મામલતદારની પોસ્ટ પરથી નિવૃત જીવન ગુજારે છે. ગત 21 જુનએ વહેલી સવારે આઠ વાગે તેઓ મકાન દરવાજાને તાળુ મારીને દંપતી તેમની દીકરી અંજલી પ્રેગ્નેટ હોય તેની સંભાળ માટે પુણે મહારાષ્ટ્ર ખાતે રહેવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનના તાળુ નકુચા સાથે કાપીને ઘરમાં ઘુસ્યા હતા અને રસોડામાં રાખેલા ભગવાનના મંદિરમાં પુજા અર્થે રાખેલ ચાંદીના સિક્કા નંગ 20 તથા બેડરૂમમા કબાટમા રાખેલા ઘર વખરી સહિતનો સામાન વ વેર વિખેર હાલતમાં કરી નાખ્યો હતો. ત્યારબાદ મકાનના પ્રથમ માળે બન્ને રૂમમા બનાવેલા કબાટમાંથી બે સોનાચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 45 હજાર મળી રૂ.1.55 લાખ મત્તાની ચોરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.પાડોશમાં રહેતા મહિલાએ વૃદ્ધાને ફોન કરીને તમારા ઘરમાં ચોરી થઇ હોવાની જાણ કરી હતી. જેથી વૃદ્ધ તાત્કાલિક ઘરે પરત દોડી આવ્યા હતા અને અકોટા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. બીજા બનાવમાં સમા વિસ્તારમાં આવેલા તાજ એપાર્ટમેન્ટમાં રહેતા કરીસ્મા યાશીનખાન પઠાણના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તિજોરીમાંથી સોના દાગીના રૂ. 1.97 લાખની માલમતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.