Vadodara

સયાજી હોસ્પિટલમાં 500થી વધુ ઇન્ટર્ન અને રેસિડન્સ તબીબો વિરોધ પ્રદર્શનમાં જોડાયા



ઓલ ગુજરાત GMERS હોસ્પિટલના ઇન્ટર્ન અને રેસિડન્સ ડોક્ટર પોતાના સ્ટાઇપેન્ડ વધારાના મુદ્દે આજે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો. કાળી પટ્ટી ધારણ કરી OPD અને તાત્કાલિક સારવાર વિભાગમાં ફરજ બજાવી આ વિરોધ નોંધાવ્યો હતો. જો માગણી પૂરી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
મેડીકલ કોલેજ બરોડામાં સયાજી હોસ્પિટલમાં 500થી વધુ ઇન્ટર્ન અને રેસિડન્સ તબીબો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. જે તમામે આજે કાળી પટ્ટી ધારણ કરીને હાલ ફરજ બજાવી રહ્યા છે. તેમના છેલ્લા 3 વર્ષથી સ્ટાઇપેન્ડ સરકારી નીતિ નિયમ પ્રમાણે વધવા જોઈએ તે વધ્યા નથી. જેને લઇ આજે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની રણનીતિ તૈયારી પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે ડો.ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે, હાલમાં સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ટરન અને રેસિડેન્ટ તબિબો સરકારના સ્ટાઇપેન્ડ જીઆર અનુસાર તેમાં 40 ટકા વધારો જે અમારો હક છે. જેને લઈને આજે ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબિબો કાળી પટ્ટી ધારણ કરી OPD ચાલુ રાખી દર્દીઓને તેમજ સગાં-વાલાને કોઈ તકલીફના પડે તે રીતે કામગીરી ચાલુ રાખી છે. અમને સંવેદનશીલ સરકાર પર વિશ્વાસ છે કે, સરકાર ઇન્ટર્નલ અને રેસીડન્ટ તબીબોના સ્ટાઇપેન્ડ નિયમો મુજબ વધારો કરશે. છેલ્લો વધારો વર્ષ 2021માં આવ્યો હતો અને હવે આવવો જોઈએ. હાલમાં બરોડા મેડિકલ કોલેજના 500 જેટલા ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબો કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી રહ્યા છે.

Most Popular

To Top