ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ઓપરેશન કિચન હાથ ધરાયું
(પ્રતિનિધિ) આણંદ તા.8
આણંદ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચોમાસાની ઋતુ તેમજ હાલની રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તા હાઉસના યોગ્ય હાઈઝિન કન્ડિંશન જળવાઈ રહે તે માટે ઓપરેશન કિચન હાથ ધરાયું હતું.
આણંદ ફુડ વિભાગ દ્વારા આણંદ શહેર, વલ્લભ વિદ્યાનગર, ધર્મજ હાઈવે, તારાપુર હાઈવે, અંબાવ, કરમસદ ખાતે ફૂડ એન્ડ ડ્રગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 22 પેઢીમાંથી ખાદ્ય સામગ્રીના 43 જેટલા નમુના લઈ સરકારી લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે, જેનો અહેવાલ આવેથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે,દરેક ફૂડ બીઝનેશ ઓપરેટરોને જરૂરી સ્વચ્છતા તથા હાઈઝેનિક કન્ડિશન જાળવી રાખવા તાકીદ પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કરવામાં આવી છે, તેમ આણંદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ યાદીમાં જણાવ્યું છે.