Charotar

નડિયાદ નગરપાલિકાના વાહનમાં સ્કૂલના બાળકોનો જોખમી પ્રવાસ, જુઓ વિડિયો


ચીફ ઓફીસરે કહ્યું, ડ્રાઈવરનો ખુલાસો લીધા બાદ શિસ્તભંગના પગલા લેવાશે
ડ્રેનેજ વિભાગના વાહનમાં આઉટસોર્સ ડ્રાઈવરે પોતાના બાળકોને આગળ બેસાડ્યા, 4 બાળકો પાછળ લટકીને પસાર થયા


(પ્રતિનિધિ) નડિયાદ, તા.8
નડિયાદમાં નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના વાહનમાં આઉટસોર્સ ડ્રાઈવર દ્વારા આગળ પોતાના 4 બાળકોને બેસાડાયા હતા અને વાહનની પાછળ 4 બાળકો લટકતા હતા. આ બાળકો શાળાએ જઈ રહ્યા હતા, તે દરમિયાન તેઓ ચાલુ વાહને પાછળ લટકતા હોય, તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ નગરપાલિકા સામે પ્રશ્ન ઉઠ્યા હતા. જો કે, આ મામલે ચીફ ઓફીસર દ્વારા ડ્રાઈવરનો ખુલાસો પૂછ્યા બાદ શિસ્તભંગના પગલાં લેવાશે, તેમ જણાવ્યુ છે.
નડિયાદ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગનુ મલ્ટી પર્પઝ જેટિંગ વાહનમાં આજે શાળાના બાળકોની જોખમી મુસાફરીની ઘટના સામે આવી છે. વાહનની આગળની બાજુએ 4 બાળકો અને પાછળની બાજુએ 4 બાળકો લઈ જવાતા હતા. જે પૈકી પાછળની બાજુએ બાળકો હતા તે ઊભા ઉભા શટલની જેમ મુસાફરી કરતા હતા. આ બાબતે વાહન ચાલકને પશ્ચિમ વિસ્તારના મીશન રોડ પરના ચર્ચ પાસે અટકાવી પુછપરછ કરતા પાછળ જોખમી રીતે ઊભા રહેલા બાળકો કેવી રીતે વાહનમાં આવ્યા તેનો કોઈ અંદાજો ન હોવાનું જણાવ્યું હતું. જોકે આ બનાવ ઉજાગર થતાં આ મામલે ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડે જણાવ્યું કે, આ વાહનનો ચાલક મહેશ વાઘેલા છે અને તે પાલિકામાં ડ્રેનેજ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, તે ડ્રાઈવરનો ખુલાસો પુછવામાં આવશે અને શિસ્તબદ્ધની કાર્યવાહી પણ કરવામાં આવશે. જરૂર પડે તો સસ્પેન્ડ પણ કરાશે. અને આવી ભૂલ ફરી વખત કોઈ પાલિકાના ડ્રાઈવર ન કરે તે માટે તમામને નોટીસ આપી સાવચેત પણ કરાશે.

Most Popular

To Top