માંજલપુર અને ગોત્રીમાં આવેલા ફ્લેટોનો સોદો કરી નાખ્યા બાદ રૂપિયા પટેલ બંધુઓને નહી આપી બારોબાર વગે કરી નાખ્યાં
પ્રતિનિધિ વડોદરા તા.6
એનઆઇઆર બે ભાઇઓના માંજલપુર અને ગોત્રી વિસ્તારમાં આવેલા ફ્લેટોનો મહાઠગ તેજસ ભટ્ટે બક્ષીસ લેખ કરાવી લીધી હતો અને ફ્લેટ વેચી આપી રૂપિયા તેમના રૂપિયા ચૂકવી દેવા કહ્યું હતું. પરંતુ 10 જેટલ ફ્લેટનું વેચાણ કરીને ઠગે રૂપિયા એનઆઇઆર ભાઇઓને નહી ચૂકવીને છેતરપિંડી આચરી હતી. જેથી યુકે ખાતે રહેતા જીતેન્દ્ર પટેલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચ ઠગને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મૂળ આણંદના અને હાલમાં યુકે ખાતે રહેતા જીતેન્દ્ર રાવજીભાઇ પટેલ નિવૃત જીવન ગુજારે છે. તેઓએ ડીસીબીમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2011માં મે તથા મારાભાઇ નિતિન પટેલે માંજલપુર ગામ ભાથુજી મંદિર સામે ક્રિષ્ના એવન્યુના તથા ગોત્રી ટીબી દવાખાનાની સામે સંકલ્પ ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું હતું. ત્યારે ક્રિષ્ના એવન્યુ ખાતેના ફ્લેટ સુદેવ ડેવલપોર્સના ભાગીદાર તથા વહીવટકર્તા સંજય ચંદુભાઇ પટેલ (રહે. કારેલીબાગ) તથા ગોત્રીના ફ્લેટ સંજય પટેલની પત્ની કલ્પના પટેલે કુલમુખત્યાર પત્ર લખી આપ્યું હતું. જેના આધારે માંજલપુર ક્રિષ્ના તથા ગોત્રી સંકલ્પ ફ્લેટમાંથી 10 મકાન રૂ. 1.18 કરોડમાં ખરીદ કર્યા હતા. ત્યાબાદ હુ તથા મારાભાઇ વર્ષ 2022માં ભારતા આવ્યા હતા અન ગોત્રીના સંકલ્પ ફ્લેટ પર તપાસ કરવા માટે ગયા હતા. ત્યારે તેજસ મહેન્દ્ર ભટ્ટ અમને મળ્યો હતો તેણે એસ્ટેટ બ્રોક્રર હોવાની ઓળખ આપી હતી.. ચાર ફ્લેટ વેચવા હોય તો બજાર કિંમતમાં વેચી આપશી અને તેના રૂપિયા પણ તાત્કાલિક અપાવી દઇશ. ત્યારબાદ તેજસ ભટ્ટે તેની ફોર્ચ્યુન ચેમ્બર્સ ખાતે આવેલી ઓફિસે બોલાવ્યા હતા. ત્યાં તમામ ફ્લેટોના ગ્રાહકો તૈયાર છે. તમામ ફ્લેટના રૂ. 1.18 કરોડ આવશે જેથી હુ તથા મારાભાઇ વેચવા માટે તૈયાર થયા હતા. દરમિયાન મારે યુકે જવાનો સમય થઇ જતા તેજસ ભટ્ટે મને બક્ષીસ લેખ લખી આપવા જણાવ્યું હતું જેથી મને વિશ્વાસ આવી જતા 8 ફ્લેટના બક્ષીસ લેખ તેજસ ભટ્ટને લખી આપ્યો હતો.વર્ષ 2022માં તેજસ ભટ્ટે તમામ ફ્લેટ ગ્રાહકોને વેચી નાખ્યા હતા પરંતુ ફ્લેટનો રૂપિયા 1.18 કરોડો અમને પરત નહી આપીને છેતરપિંડી આચરી હતી. જેથી ડીસીબી પોલીસે એનઆઇરની ફરિયાદના આધારે મહાઠગ તેજસ મહેન્દ્ર ભટ્ટને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.