Vadodara

અટલાદરા અને માંજલપુરને જોડતો રેલવે બ્રિજ પાંચ વર્ષે પણ અધૂરો..

બ્રીજની કામગીરીના કારણે આસપાસના રોડ પર ખાડા પડી ગયા લોકો ને પડતી હાલાકી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગનાં સંકલનનાં અભાવે રહીશોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં અટલાદરા અને માંજલપુરને જોડતો રેલવે બ્રિજ પાંચ વર્ષે પણ અધૂરો છે. 47 કરોડનો ખર્ચ કરાયો છતાં પાંચ વર્ષ પછી પણ બ્રિજનું કામ પૂરુ થયું નથી. વડોદરા કોર્પોરેશન રેલવે વિભાગ પર દોષનો ટોપલો ઢોધી છટકવાનો પ્રયાસ કરી રહી છે.
તો બીજી તરફ સુવિધાની આશાએ પાંચ વર્ષથી વડોદરાવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે. નિર્માણાધીન બ્રિજને લઈ પાંચ વર્ષથી આજુબાજુનાં વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાઈ છે.
આ બાબતે રાહદારીએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી આ બ્રિજનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે. જે બાદ રજૂઆત કરતા તે સમયનાં મેયર નિલેશ રાઠોડ હતા. તેઓ ત્યારે આવ્યા હતા. ત્યારે તેમણે કહેલ કે છ મહિનામાં આ બ્રિજ બની જશે. ત્યારે આજે છ મહિનાની જગ્યાએ એક વર્ષ થવા છતાં બ્રિજનું કામ પૂર્ણ થયું નથી. આ વિસ્તારમાં પાંચ થી છ હજાર લોકો રહે છે. ત્યારે ફાટક બંધ રહેતી હોઈ સવારે બાળકોને સ્કૂલે મુકવા જવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે.આ બાબતે રહીશે જણાવ્યું હતું કે અનેક વખત આ બાબતે કોર્પોરેટર તેમજ રાજકીય નેતાઓને અનેક વખત ફરિયાદ કરી હોવા છતાં તેઓનું પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે હજુ બ્રિજનું ઉદ્ઘાટન થયું નથી તે પહેલા જ બ્રિજમાં કાણા જોવા મળી રહ્યા હોવાનું રાહદારીએ જણાવ્યું હતું.

Most Popular

To Top