Business

નડિયાદમાં કાઉન્સિલરનો પુત્ર અંતે જેલ હવાલે

નડિયાદમાં એટ્રોસીટી અને રાયોટીંગના કેસમાં આજે 9 આરોપીઓના જામીન અરજી પર સુનાવણી

મુખ્ય આરોપી ગિરિશ દાદલાણી અને ભાવેશ ગુરુની હજુ જામીન અરજી મુકાઈ નથી

(પ્રતિનિધિ) નડિયાદ, તા.5

નડિયાદ શહેરના ભાજપના કાઉન્સિલર મીનાક્ષીબેન દાદલાણીના પુત્ર ગિરિશ દાદલાણી અને તેના સાળા ભાવેશ ગુરુ સામે એટ્રોસીટીની ફરીયાદ નોંધાઈ હતી. આ ફરીયાદ સંદર્ભે એક મહિના બાદ પોલીસે ગુરુવારે ગિરિશની ધરપકડ કરી અને શુક્રવારે કોર્ટમાં રજૂ કર્યા બાદ બિલોદરા જેલ હવાલે કર્યો હતો. આ વચ્ચે આજે બંને મુખ્ય આરોપી ગિરિશ અને ભાવેશ સિવાયના તમામ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થનાર છે.

મળતી માહિતી મુજબ નડિયાદમાં વોર્ડ નં.3માં સત્તારૂઢ ભાજપના કાઉન્સિલર મીનાક્ષીબેન દાદલાણીના પુત્ર ગિરિશ દાદલાણીએ પોતાના સાગરીતો સાથે એકસંપ થઈ અને પોતાના જ વિસ્તારમાં રહેતા દલિત યુવક પ્રતિક સોલંકી અને તેના ભાઈ અરૂણ સોલંકી પર હુમલો કર્યો હતો અને આ દરમિયાન જાતિવાચક શબ્દો બોલી અને અપમાનીત કર્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે પહેલા ગિરિશ દાદલાણી અને ભાવેશ ગુરુ સામે એટ્રોસીટીનો ગુનો નોંધ્યો હતો. પરંતુ પછીથી આ મામલે પોલીસને વીડિયો ઘટનાના વીડિયો હાથ લાગ્યા હતા અને તે ઘટના મુજબ રાયોટીંગનો ગુનો બનતો હોવાથી પોલીસ દ્વારા આખી ફરીયાદમાં રાયોટીંગની કલમો ઉમેરી અને વીડિયોમાં દેખાતા આરોપીઓના નામ પણ ફરીયાદમાં ઉમેર્યા હતા. આ બાદ પોલીસે ગિરિશ દાદલાણીને બાદ કરી અન્ય 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમને કોર્ટમાં રજૂ કર્યા અને આ દરમિયાન ભાવેશના રીમાન્ડ માંગ્યા અને અન્ય આરોપીઓને જેલ હવાલે કર્યા. ભાવેશને પણ એક દિવસના રીમાન્ડ બાદ કોર્ટમાં રજૂ કરી જ્યુડીશિયલ કસ્ટડમાં મોકલાયો અને હવે આખા ઘટનાક્રમને એક મહિનો વીતિ ગયા બાદ ગુરુવારે પોલીસે ગિરિશ દાદલાણીની અટકાયત કરી અને શુક્રવારે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ માંગ્યા હતા, પરંતુ રીમાન્ડ નામંજૂર થયા અને ગિરિશ દાદલાણીને પણ જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. આ વચ્ચે આજે 6 જુલાઈ, શનિવારના રોજ ગિરિશ દાદલાણી અને ભાવેશ ગુરુ સિવાયના યુવરાજ ગુરુ, હિતેશ લાલવાણી, તરુણ, મુરલીધર,  હરિશભાઈ, વિજય, કરણ, ગૌતમ, નિલેશકુમારની જામીન અરજી પર સુનાવણી થવાની છે.

Most Popular

To Top