મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ગોપીપુરાની પ્રાથમિક શાળામાં ગંભીર ગેરરીતી ઝડપાતા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચ. ટી.મકવાણા દ્વારા મધ્યાહન ભોજન યોજનાના સંચાલકને છૂટા કરાયા.
પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી પી.એમ. પોષણ યોજના અને નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ આજે ગુરુવારે હાલોલ તાલુકાના ગોપીપુરા, નુરપુરા રાણીપુરા અને છતરડીવાવ ગામની પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની ઓચિંતી અને આકસ્મિક મુલાકાત કરી તપાસ હાથ ધરી હતી જેમાં ગોપીપુરાના નાયક ફળિયા ખાતે આવેલી ગોપીપુરા પ્રાથમિક શાળામાં ગંભીર ગેરરીતી ઝડપાઈ હતી જેમાં ગોપીપુરા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર નંબર 42 માં મધ્યાહન ભોજન યોજનાના સંચાલન કમ કુક રસોઈયા તરીકે ફરજ બજાવતા શ્રીમતી નાયક ચંદ્રિકાબેન વિજયભાઈ દ્વારા પી.એમ.પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન યોજનામાં શાળામાં ભણતા બાળકોને જમવાનું તથા બપોરનો નાસ્તો આપવામાં આવતો હોય છે તે અંતર્ગત બપોરનું નાસ્તો આપવામાં ગંભીર બેદરકારી દાખવી હતી અને શિક્ષણ વિભાગ દ્વારા 24/03/2020 થી ઠરાવ મંજૂર કરેલ મેનુ મુજબનું ભોજન જેમાં આજે ગુરુવારે બાળકોને બપોરના ભોજન માં દાળઢોકળી આપવાની હોય છે તેના બદલે બાળકોને સંચાલક કંકુખ ચંદ્રિકાબેન દ્વારા બપોરનું ભોજન ના આપી માત્ર ખીચડી આપેલ હતી અને બાળકોને આપવામાં આવતો બપોરનો ચણાનો નાસ્તો પણ બનાવવામાં આવેલ ન હતો અને બાળકોને આપવામાં આવ્યો ન હતો અને આ બપોરનો નાસ્તો ન બનાવવા અંગેની મધ્યાહન ભોજન યોજનાની કચેરી ખાતે પણ કોઈ જાણ કરવામાં આવેલ ન હતી જેમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી પી.એમ.પોષણ યોજના અને જિલ્લા કલેકટર એચ.ટી.મકવાણાની ઓચિંતી તપાસમાં ખોલવા પામ્યું હતું જેને લઈને પોતાની પીએમ પોષણ યોજનાની સંચાલક કમ બુક તરીકેની ફરજમાં નિષ્કાળ દાખવી પીએમ પોષણ યોજનામાં સરકારી ધારા ધોરણનો સરેઆમ ભંગ કર્યો હોવાનું જોવા મળ્યું હતું જેને લઇને આવી ગંભીર બેદરકારી દાખવી પોતાની સંચાલક તરીકેની ફરજ પ્રત્યેની નિષ્કાળજી રાખનાર રસોઈયા અને સંચાલક એવા શ્રીમતી નાયક ચંદ્રિકાબેન વિજયભાઈ ને તેઓના હોદ્દા પરથી છૂટો કરવામાં જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના અને નાયબ કલેક્ટર એસ ટી મકવાણા દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો અને શિક્ષણ વિભાગના તારીખ 25-8 2009 ના પરિપત્ર મુજબ શાળાના આચાર્યની પણ જવાબદારી નક્કી કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલક કમ રસોઈયા (કુક) શ્રીમતી નાયક ચંદ્રિકાબેન વિજયભાઈએ ગંભીર પ્રકારની ગેરરીતી દાખવતા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી સંચાલકને તાત્કાલિક અસરથી છૂટા કરવાનો આદેશ આપ્યો હતો અને અને તાત્કાલિક હુકમથી તેનો અમલ કરવા માટેનો પત્ર ગોપીપુરા પ્રાથમિક શાળાના આચાર્યને તેમજ મધ્યાહન ભોજન યોજનાના જિલ્લા પુરવઠા અધિકારીને પાઠવી તાત્કાલિક પગલાં ભરવાનો આદેશ કરવામાં આવ્યો હતો જેને લઇને સમગ્ર પંથકમાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત ચાલતા મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિઓ આચરતા અને વિવિધ પ્રકારની બેદરકારી દાખવતા મધ્યાહન ભોજન યોજનાના રસોઈયા અને સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.