વડોદરામાં ફરી ખાદ્ય પદાર્થ માંથી અજુક્તું નીકળતા ગ્રાહક સ્થંભ
વડોદરાના ચકલી સર્કલ પાસે પ્રખ્યાત હોટલના ભોજનમાંથી જીવાત નીકળ્યા બાદ હવે આઇસ્ક્રીમની પ્રિમીયમ બ્રાન્ડ ગણાતા ચકલી સર્કલ સ્થિત નેચરલ આઇસ્ક્રીમના કોનમાંથી વાળ નીકળ્યો ગ્રાહક હાલના કાઉન્સિલર પુત્ર સ્મિત કાકાએ ઘટના ઉજાગર કરી હતી . સ્મિત કાકા તેજતર્રાર કાઉન્સિલર જાગૃતિ કાકાનો પુત્ર છે. આ ઘટના બાદ સ્મિત કાકા એ પાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરી હતી .ત્યાર બાદ ફૂડ સેફ્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા ગણા સમય થી ખાદ્ય પદાર્થ માંથી આવું વિચિત્ર નીકળતા અનેક સવાલો ઉભા થયા છે. લોકોના સાવસ્થ સાથે ચેડા કરનારાઓ પર ક્યારે કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવશે એપણ સવાલો લોકો દ્વારા કરવામાં આવ્યા છે. આસ્ક્રીમ ઠંડો હોય અને સરડતા થી ગળામાં ઉતરી પણ જાય છે ત્યારે જો આ આસિક્રીમ વાળવાળો નાના છોકરાઓ થી ખવાઈ જાય અને વાળ ગળા માં ફસાઈ જાય તો ગંભીર પરિણામ આવી શકે છે. આગામી દિવસમાં શોપનું લાયસન્સ રદ તો નવાઇ નહિ .
અગાઉ મુંબઈના મલાડ વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમમાંથી આંગળી ચોંટી જવાનો મામલો સામે આવ્યો છે. આ પછી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારે નેચરલ આઈસ્ક્રીમ બ્રાન્ડના નામે ખૂબ મોહગા ભાવથી વેચાણ કરતા સંચાલક પર કેવી અને કેટલી કરી અહી કરવામાં આવસે એ જોવું રહ્યું.
ચકલીસર્કલ પર આવેલી નેચરલ્સ આઇસ્ક્રીમના કોનમાંથી વાળ નીકળ્યો..
By
Posted on