Vadodara

શહેરના સમા વિસ્તરમાં મકાનમાંથી ચોરી કરનાર બે તસ્કર ઝડપાયા.

પરિવાર જયપુર સામાજિક પ્રસંગમાં ગયો હતો ત્યારે તસ્કરોએ મકાનમાં ખેલ પડ્યો

ઘરમાં સૂતેલા નોકર નોકરાણીએ બુમાબુમ કરતા હથિયારધારી તસ્કર ભાગ્યા હતા.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા ઐયપ્પા ગ્રાઉન્ડ પાસે સૈનિક સોસાયટીમાં રહેતો પરિવાર જયપુર ખાતે પ્રસંગમાં ગયો હતો. તે દરમિયાન ગત તા. 29 જૂન,2024ના રોજ બે તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી રોકડા રુ. 70 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નોકર અને નોકરાણીએ મકાન માલિક,જમાઇને ફોન કરીને જાણ કરી હતી કે, બે તસ્કરો સાથે આવ્યા હતા પરંતુ અમે પડકાર કરતાં તેઓ ભાગી ગયા હતા. જેથી જમાઈએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી સમા પોલીસે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સીસ ના આધારે બંને ચોરને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતા તેઓએ ગઇ 29જૂન ના રોજ સવારના ચારેક વાગ્યાના સુમારે મોજે સમા અયપ્પા ગ્રાઉન્ડ પાસે આવેલ બંધ મકાનનુ તાળુ તોડી મકાનમાથી ચોરી કરી હોવાની કબુલાત કરેલ હોય જસબીરસીંગ ધરમસીંગ દુધાણી (સીકલીગર) (ઉ.વ.૩૨ રહે. વિમા દવાખાના પાછળ, ફતેપુરા, વારસિયા, વડોદરા શહેર) તથા ગુરમુખસીંગ નેપાળસીંગ જુણી (સીકલીગર) (ઉ.વ.૪૦ રહે.મ.નં.૧૧૪, સંગમ ક્વાટર્સ, એકતાનગર પોલીસ ચોકી સામે, બાપોદ વડોદરા શહેર)ની ધરપકડ કરી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,છેલ્લા કેટલાક સમયથી શહેરમાં તસ્કરો બંધ મકાનોની રેકી કરી આવા મકાનોને પોતાના નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે. તસ્કરો જાણે પોલીસને પડકારી રહ્યા હોય તેમ જણાય છે. તસ્કરોને પોલીસ કે કાયદાનો,શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા, પોલીસ પેટ્રોલીંગનો કોઇ ખૌફ રહ્યો નથી. શહેરમાં ઠેરઠેર લાખ્ખોના ખર્ચે લગાડેલા સીસીટીવી કેમેરામાં માત્ર નંબર પ્લેટ વિનાના વાહનો કે સીટબેલ્ટ ન લગાવતા વાહનચાલકો જ નજરે પડે છે પરંતુ રાત્રે તસ્કરો ચોરી કરે, ફરાર થાય, વાહનચોરો, ભારદારી અને ઓવરસ્પિડ વાહનો દેખાતા જ નથી. બીજી તરફ પોલીસ દ્વારા વારંવાર નાગરિકોની સુવિધા માટે સૂચનાઓ આપવામાં આવે છે કે, જ્યારે પણ તમે શહેર બહાર રજા કે અન્ય પ્રસંગે મકાન બંધ કરી જવાના હોય ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં તથા નજીકના સગાંઓને જાણ કરવી છતાં પણ લોકોમાં જાગૃતિ ન આવવાથી આવા બનાવો વધી રહ્યાં છે. તસ્કરો દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરી આવી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે.

Most Popular

To Top