Vadodara

ગદા સર્કલથી વિરોદ ચોકડી સુધી ટ્રાફીકની વકરતી સમસ્યા



હરણી વિસ્તારમાં સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલ કારણે આસપાસ માં વિસ્તાર ના રહીશો ત્રાહિમામ, સ્કૂલ સંચાલન નિષ્ક્રિય
વડોદરા તા. 1
શહેરના નવા વિકસિત વિસ્તાર હરણીમાં શાળાઓ આવેલી છે જેની અંદર બ્રાઇટ અંબે દિલ્હી પબ્લિક સ્કૂલ સિગ્નેસ ઇન્ટરનેશનલ સ્કૂલ નો સમાવેશ થાય છે જેની અંદર ગદા સર્કલ થી લઈ અને વિરોધ ચોકડી સુધી આવેલી
સિગ્નેશ ઇન્ટરનેશનલ સ્કૂલના કારણે વહેલી સવારે તેમજ સ્કૂલ છૂટવા સમયે ભારે ટ્રાફિક રહેતો હોય છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતા મોટા ભાગના વિદ્યાર્થી ઓ માલેતુજાર ઘરના છે. જે વિદ્યાર્થીઓને સ્કૂલમાં લેવા તેમજ મૂકવા માટે તેમની પોતાની મોંઘી ઘાટ કાર આવે છે જેના લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે તેની સવારે આ વિસ્તારમાં કારોની લાંબી લચક લઈને લાગતી હોય છે જેના લીધે આસપાસ માં આવેલા ફ્લેટ અને સોસાયટીના રહીશોને પોતાના બાળકોને શાળામાં મૂકવા જવા માટે તકલીફ પડતી હોય છે તેમ જ આ ઉપરાંત વહેલી સવારે નોકરી પર જતા કર્મચારીઓને પોતાનું વાહન કે ચાલતા જવામાં તકલીફ પડતી હોય છે આ બાબતે આસપાસના રહીશોએ ઘણીવાર સિગ્નેશ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોને જાણ કરી છે તેમ છતાં પણ શાળાના સંચાલકોને કોઈ ફરક પડતો નથી તેઓને ફક્ત પોતાની મોંઘી ફી ઉઘરાવવામાં રસ છે આસપાસના વિસ્તારના ઘણા રહીશોએ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી છે તેમ છતાં અરજીનો કોઈ નિકાલ થતો નથી તેની પાછળ એક કારણ એવું છે કે આ શાળામાં ઘણા મોટા અધિકારીઓના સંતાનો અભ્યાસ કરે છે જો આ ટ્રાફિક સમસ્યા નું વહેલી તકે નિવારણ નહીં આવે તો ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરવામાં આવશે તેવું આજુબાજુના રહીશોએ જણાવ્યું છે

Most Popular

To Top