જો કાર્યવાહી ના થાય તો CBI, ઇન્કમટેક્સ સહીત મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ કરવાની ચીમકી.
દાહોદ જિલ્લામાં નકલી ની બોલબાલા વચ્ચે નકલી અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો.
બે દિવસ અગાઉ જિલ્લા ના અધિકરી DDO ની આકસ્મિક તપાસ થઇ હતી.
આપ-કૉંગેસનું નકલી કર્મચારી ની તપાસ કરવા તાલુકા અધિકારી ને આવેદન..
દાહોદ જીલ્લો નકલી અને દાહોદનું નામ નકલી દાહોદ પડે તો કોઈ નવાઈ નહીં. દાહોદમાં ચારે બાજુ નકલીની બોલબાલા ચાલી રહી છે. નકલી સરકારી બાબુઓ ખુલ્લેઆમ ઓફિસોમાં કામ કરી રહ્યા છે વહીવટી તંત્ર શું ધ્યાન આપે છે? બે દિવસ અગાઉ જ DDOની આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. તો તંત્ર એ શું ધ્યાન રાખ્યું ? જેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. તાલુકા અને જિલ્લામાં ખબર છે કે કેમ?સંજેલી તાલુકાના લોકો પણ નકલી કર્મચારીને લઈ ચોકી ઉઠ્યા છે. હવે તો અધિકારીઓને પણ નામના સિમ્બોલ સાથે ઓફિસમાં બેસે તો જ ખબર પડે કે આ કોણ છે અને કઈ શાખા નો અધિકારી છે . નકલી કચેરી, નકલી જમીનના હુકમો, નકલી અધિકારીઓ, નકલી કર્મચારીઓ દાહોદમાં નીકળતા ચકચાર મચીજવા પામી છે . ત્યારે સંજેલી નગરનો એક વિડિયો સોશિયલ મીડિયાના માધ્યમ તેમજ સમાચાર પ્રસિદ્ધ થતા આજરોજ સંજેલી તાલુકામાં કોંગ્રેસ અને આપ દ્વારા તપાસ માટે આવેદન આપ્યું હતું. 15 લાખની ગાડી અને બહુમાળી બંગલા અને જૂના કામ નવા બતાવીને લાખો રૂપિયાનો કોભાંડ કર્યું હોવાનું પણ લોકોના મુખે સાંભળવા મળે છે. આ સંજેલી બાંધકામ શાખામાં ડામોર નરેન્દ્રભાઈ કોની રહેમ નજર હેઠળ કામ કરી રહ્યા છે? અધિકારીઓ આ બાબતે અજાણ છે કે કેમ આ એક સળગતો પ્રશ્ન છે. આ નકલી કર્મચારી હોવાનો લઈ તાલુકા જિલ્લામાં ખળભલાટ મચી જવા પામી છે. ત્યારે આજરોજ આવેદન લઈ ચર્ચા એ પણ જોર પકડ્યું છે ત્યારે તાત્કાલિક પોલીસ બંદો પર પણ મૂકી દેવામાં આવ્યો હતો ખરેખર આ કર્મચારી પાછળ માથાભારે ઈસમનો પણ હાથ હોઈ શકે છે વધુમાં જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા ન્યાયિક અને તટસ્થ તપાસ કરવા લેખિતમાં રજૂઆત કરાઈ સાથે સાથે cbi ઇન્કમટેક્સ મુખ્યમંત્રી પોટલ પર પણ ફરિયાદ કરવાની ચીમકી આપી હતી.
સંજેલી બાંધકામ શાખામાં નકલી કર્મચારી અંગે તટસ્થ તપાસ કરવા આવેદન
By
Posted on