Vadodara

તરસાલી હાઉસિંગના રહીશોનો મોરચો, પાણી – વીજળી જોડાણ ચાલુ કરો

વડોદરા : શહેરના તરસાલી વિસ્તારમાં દિવાળીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના તંત્ર દ્વારા લાઈટ પાણી ડ્રેનેજની લાઈનો કાપી નાખવામાં આવતા વિવાદ છેડાયો છે. ત્યારે દિવાળીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના 312 મકાનોના રહીશોએ આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે મોરચો માંડ્યો હતો અને માંગ કરી હતી કે અમારી લાઈટ પાણી ડ્રેનેજની લાઇન વહેલી તકે ચાલુ કરવામાં આવે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરીને લઈને વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને ડિમોલીશન અથવા રીપેરીંગ કરવા માટેની નોટિસો આપવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરના તરસાલી દિવાળીપુરા ખાતે 312 મકાનોને નોટિસ આપવામાં આવી હતી કે આ મકાનોનું સમારકામ અથવા મકાનો તોડી નવેસરથી બનાવવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ સ્થાનિક લોકો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા તંત્ર દ્વારા ગતરોજ સ્થાનિક લોકોના વીજ કનેક્શન પાની કનેક્શન અને ડ્રેનેજનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.
ત્યારે સ્થાનિક લોકોએ પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને પણ રજૂઆત કરી હતી ત્યારે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કેમ આ નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવશે. પરંતુ 24 કલાક વીતી ગયા છતાં તંત્રનો યોગ્ય જવાબ ન મળતા સ્થાનિક લોકોએ આજે પાલિકાની વડી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને વહેલી તકે લાઈટ પાણી ડ્રેનેજની સુવિધા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. લાઈટ પાણીના કનેક્શન શરૂ કરવામાં નહીં આવે તો ઉપગ્રહ આંદોલનની જિંદગી ઉચ્ચારી હતી

Most Popular

To Top