Vadodara

લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ દ્વારા તા.29જૂને ‘લાયન્સ ગૌરવ રેલી’ યોજાશે..

સવારે 9 કલાકે નક્ષત્ર પાર્ટીપ્લોટ હરણીરોડ થી શહેર પોલીસ કમિશનર ફ્લેગ ઓફ કરી યાત્રાને પ્રસ્થાન કરાવશે

ગૌરવ યાત્રામાં ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઇ પ્રજાપતિ, સાંસદ, મેયર, ધારાસભ્યો તથા લાયન્સ કલબના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહેશે..

વિશ્વના બસ્સો થી વધુ દેશોમાં ફેલાયેલી લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ની ગૌરવ યાત્રા શહેરમાં આગામી તા.29 જૂનના રોજ આયોજિત કરવામાં આવી રહી છે. આ લાયન્સ ગૌરવ યાત્રામાં લાયન્સ કલબના સેવાકાર્યોને ઉજાગર કરતાં ફ્લોટ્સ સાથે વિશાળ કાર રેલી દ્વારા ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઇ પ્રજાપતિને ભવ્ય આવકાર આપવામાં આવનાર છે. આગામી તા.29 જૂનના રોજ યોજાનાર લાયન્સ ગૌરવ યાત્રાને શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા સવારે 9 કલાકેહરણીરોડ નક્ષત્ર પાર્ટી પ્લોટ ખાતેથી ફ્લેગ ઓફ કરાવશે.આ યાત્રા હરણીરોડ નક્ષત્ર પાર્ટી પ્લોટ થી એરપોર્ટ રોડ-સંગમ ચાર રસ્તા-મુક્તાનંદ-વુડા સર્કલ-કમાટીબાગ-કાલાઘોડા સર્કલ-જેતલપુર રોડ-ચકલી સર્કલ-નટુભાઇ સર્કલ-ગોત્રી હોસ્પિટલ થી સત્યનારાયણ પાર્ટી પ્લોટ ,ગોત્રી ખાતે સંપન્ન થશે આ ગૌરવ યાત્રામાં મધ્ય ગુજરાતના અનેક લાયન્સ કલબના સભ્યો કાર રેલીના માધ્યમ થકી મોટી સંખ્યામાં જોડાશે. શહેરમાં આઠ સ્થળોએ સ્વાગત માટેના સ્ટેજ તૈયાર કરવામાં આવશે જ્યાંથી 12 હજાર કરતાં વધુ વૃક્ષોના રોપાનુ વિતરણ કરવામાં આવશે. રેલી સાથે સાથે લાયન્સ કલબની સેવાકીય પ્રવૃત્તિઓને ઉજાગર કરતા ફ્લોટ્સ જેવાં કે, બ્લડ ડોનેશન પ્રવૃત્તિ, ટીબી અંગેનો ન્યૂટ્રિશિયન ડ્રાઇવ,સાંસ્કૃતિક ભવાઇ, આદિવાસી નૃત્ય, ટ્રેડિશનલ ઢોલી અને બેન્ડવાજા સાથે શહેરના રાજમાર્ગો પર આકર્ષણ જમાવશે. આ ગૌરવ યાત્રામાં લાયન રમેશભાઇ પ્રજાપતિ, લાયન મનોજ પરમાર સાથે જ લાયન્સ કલબના હોદ્દેદારો, શહેરના સાંસદ, ધારાસભ્યો, મેયર તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમ અંગે લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 દ્વારા પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન સંજીવ પંચોલી, લાયન શશીકાંત પરીખ, લાયન દિપક સુરાણા, લાયન જયેશ દલાલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વના208 દેશોમાં ફેલાયેલી લાયન્સ ઇન્ટરનેશનલ સેવાના કાર્યો કરતી મોટી સંસ્થા છે. વિશ્વની લાયન્સ કલબો ડાયાબીટીસ, બાળકોના કેન્સર, ભૂખ્યાને ભોજન, આંખના ઓપરેશન, પર્યાવરણ,યુવા શક્તિનો વિકાસ વગેરે અનેક માનવતાવાદી સેવાકાર્યમા અગ્રેસર રહે છે.

Most Popular

To Top