Vadodara

શહેરના ડેપ્યુટી મેયર અચાનક શાસ્ત્રી બ્રિજના કામ નું નિરીક્ષણ કરવા પોહ્ચ્યાં.

વડોદરા શહેરમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલુ હોવાના કારણે અનેક ઓવર બ્રિજ બંધ હોવાથી શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. લોકોને પડતી હાલાકી અને તકલીફ ને ધ્યાનમાં લઈ વડોદરા શહેર ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ આજ રોજ શાસ્ત્રીબ્રિજના કામનું નિરીક્ષણ કરવા પોહચી ગયા હતા. ચિરાગ બારોટ સેફ્ટીના સાધનો સાથે બ્રીજની નીચે અને ઉપર નીરીક્ષણ કરી અધિકારીઓ જોડે બેઠક કરી કામ કેટલા સમયમાં પૂર્ણ થશે અને શાસ્ત્રીબ્રિજ લોકો માટે ક્યારે ખુલ્લો મુકાશે એ વિષય પર ચર્ચા કરી હતી. ચિરાગ બારોટનું કેહવુ છે

છેલ્લા કેટલાય સમય થી શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને પ્રજાને તકલીફ પડે છે સામે ચોમાસુ છે અને બધો ટ્રાફિક એકબાજુ ભેગો થાયતો સ્વાભાવિક છે લોકો હેરાન થાય આજ વિષયને લઈ આજ રોજ હુ બુલેટ ટ્રેનનું કામ કેટલે પોહચ્યુ અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરી શાસ્ત્રીબ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયએ બાબતે ચર્ચા કરી છે વધુમાં જણાવ્યું હતુ કે ૩૦જૂન સુધી કામ પૂર્ણ કરી શાસ્ત્રીબ્રિજ પુનઃ ચાલુ કરી દેવામાં આવસે એનું પણ નિરીક્ષણ કરી અધિકારીઓ જોડે ચર્ચા કરી સમય પર કામ પૂર્ણ થાય અને ટ્રાફિક સમસ્યા ના સર્જાઈ લોકોને હાલાકીના ભોગવવી પડે એ સંદર્ભે મુલાકાત અને ચર્ચા કરી હતી અને ૩૦ જૂન બ્રિજ ખુલ્લો મુકાય એવી અધિકારીઓએ ખાતરી આપી હતી.

Most Popular

To Top