નવી દિલ્હી: ભારતીય સુરક્ષા દળોએ (Indian Security Forces) ડોડા જિલ્લામાં તેમની આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલુ રાખતા આજે બુધવારે બે આતંકવાદીને (Terrorist) ઠાર માર્યા હતા. તેમજ મૃતક આતંકીના અન્ય સહયોગીઓ સામે સુરક્ષા દળો સતત અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે માર્યા ગયેલા આતંકવાદીની તાત્કાલિક ઓળખ થઈ નથી, પરંતુ તે વિદેશી હોવાની શક્યતા છે.
પ્રાપ્ત વિગતો મુજબ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. તેમજ આ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. બુધવારે થયેલી અથડામણ ડોડા જિલ્લાના ગંડોહના સિનુ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે લાંબા સમય સુધી ચાલી હતી. ત્યારે 3 થી 4 આતંકીઓ અથડામણ બાદ ફસાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, તેમજ ડીઆઈજી ડીકેઆરની બાતમીના આધારે આ ઓપરેશનમાં સફળતા મળી હતી.
સવારે ફાયરિંગ શરૂ થયું હતું
11 અને 12 જૂનના રોજ પહાડી જિલ્લામાં થયેલા બે આતંકવાદી હુમલા બાદ પોલીસ, આર્મી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા સઘન શોધખોળ અને ઘેરાબંધી કામગીરી વચ્ચે આજે સવારે 9.50 વાગ્યે અથડામણ શરૂ થઇ હતી. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં 3-4 આતંકીઓ ફસાયેલા હતા અને સુરક્ષા દળોએ તેમને ઘેરી લીધા હતા. ડીઆઈજી ડીકેઆરને મળેલી બાતમીના ઓધારે થયેલા ઓપરેશનમાં પાકિસ્તાની આતંકવાદીઓનું એક જૂથ ડોડા જિલ્લાના ગંડોહમાં ફસાઈ ગયું હતું. ત્યારે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા હતા.
અગાઉની અથડામણમાં 7 જવાનો ઘાયલ થયા
અગાઉ 11 જૂને છત્તરગલ્લામાં એક ચેકપોસ્ટ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં છ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા, જ્યારે બીજા દિવસે ગંડોહ વિસ્તારમાં કોટા ટોપ પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. આ બે હુમલાઓ પછી, સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવી હતી અને જિલ્લામાં ઘૂસણખોરી કરનારા ચાર પાકિસ્તાની આતંકવાદીઓ પર પ્રત્યેકને 5 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.
સમગ્ર મામલે અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસે સુરક્ષા દળોની મદદથી સિનુ પંચાયત ગામમાં ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ છુપાયેલા આતંકવાદીઓ તરફથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યારે ભારતીય સેનાએ પણ ગોળીબાર શરૂ કર્યો હતો. કે અંતિમ સૂચન મળે ત્યાં સુધી ચાલુ જ રાખવામાં આવશે. દરમિયાન એસએસપી ડોડા જાવેદ ઈકબાલે જણાવ્યું હતું કે, “એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટર પૂર્ણ થયા પછી વધુ માહિતી શેર કરવામાં આવશે.”