Vadodara

છોટાઉદેપુર ખાતે પકડાયેલા દારૂના કેસમાં ફરાર બુટલેગરને વડોદરા ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો

છોટાઉદેપુર ખાતે પકડાયેલા વિદેશી દારૂના જથ્થાના કેસમાં ફરાર બુટલેગરને વડોદરા ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો

એક માસ અગાઉ છોટાઉદેપુર પોલીસે બે બાઇક પર વિદેશી દારૂ સહિત કુલ રૂ 1,25,960નો મુદામાલ પકડ્યો હતો

પેટ્રોલીંગ દરમિયાન શહેરના ડભોઇરોડ સોમાતળાવ, વુડાના મકાનના નાકેથી ફરાર આરોપીને ક્રાઇમબ્રાંચે ઝડપી છોટાઉદેપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે

એક માસ અગાઉ છોટાઉદેપુર પોલીસે ઝડપેલા વિદેશી દારુના જથ્થાના બનાવમાં છેલ્લા એક માસથી પોલીસની ધરપકથી બચવા માટે ભાગતા ફરતા બુટલેગરને શહેર ક્રાઇમબ્રાંચની ટીમે શહેરના ડભોઇરોડ સોમાતળાવ ખાતે આવેલા વુડાના મકાનના નાકેથી દબોચી લ ઇ છોટાઉદેપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

શહેરમાંથી પ્રોહીની પ્રવૃત્તિઓ નેસ્તનાબુદ કરવા તથા પ્રોહીના ગુનામાં ધરપકડથી બચવા ભાગતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના મુજબ વડોદરા શહેર ક્રાઇમબ્રાંચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી એચ.એ.રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સપેક્ટર આર.જી.જાડેજાની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.આર્.દેસાઇ તથા ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે શહેરના ડભોઇરોડ ખાતે આવેલા સોમાતળાવ રોડ પર આવેલા વુડાના મકાનોના નાકેથી એક ઇસમ નામે સલીમભાઇ રસુલભાઇ મંન્સુરી ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતાં તેણે કબૂલાત કરી હતી જે મુજબ ગત તા. 22-05-2024 ના રોજ છોટાઉદેપુર પોલીસે બે મોટરસાયકલ પર વિદેશી દારૂ લ ઇને જતાં બે ઇસમોને વિદેશી દારૂની બોટલ નંગ -192 તેમજ બે મોટરસાયકલ સહિત કુલ રૂ 1,25,960ના મુદામાલ સાથે પકડેલ ત્યારે હાલના પકડાયેલ આરોપી સલીમભાઇ રસુલભાઇ મંન્સુરી એ આ જથ્થો મંગાવેલ હોવાનું જણાઇ આવેલ જેથી તેની સામે પણ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી જેથી પોલીસ ધરપકડથી બચવા છેલ્લા એક માસથી આરોપી ભાગતો ફરતો હતો જેની વડોદરા શહેર ક્રાઇમબ્રાંચની ટીમે ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top