Vadodara

એસએસજીની બહાર ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો દ્વારા હવે કોફીનનો ધંધો પણ શરૂ કરાયો..

કિર્તીમંદિર તથા પંચમુખી હનુમાન મંદિર સામે ખાનગી એમ્બ્યુલન્સ ના રાફડા, ગરીબ તથા દૂરના મૃતકોના વહન માટે ઉઘાડી લૂંટ ચલાવતા એમ્બ્યુલન્સ ચાલકોના રોડપર ગેરકાયદેસર દબાણો સામે તંત્ર લાચાર

છેલ્લાં ઘણાં સમયથી ખાનગી એમ્બ્યુલન્સ લૂંટ ચલાવતી હોવા છતાં એસ.એ.જી.હોસ્પિટલ નું પ્રસાશન મૂકપ્રેક્ષક બની ગયું છે.

મધ્ય ગુજરાતની એકમાત્ર સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ કે જ્યાં દરરોજના હજ્જારો દર્દીઓ વડોદરા શહેર જિલ્લા ઉપરાંત અન્ય રાજ્યોમાંથી દૂરદૂરથી આવતા હોય છે. અહીં આ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી એસ.એસ.જી.હોસ્પિટલ બહાર પંચમુખી હનુમાનજી મંદિર સામે તથા કિર્તીમંદિર સામે એસ.એસ.જી.હોસ્પિટલના ગેટ નં.2 નજીક ખાનગી એમ્બ્યુલન્સ નો રાફડો ગેરકાયદેસર રીતે રોડપર દબાણ કરીને ઉભેલો જોવા મળે છે. એસ.એસ.જી.હોસ્પિટલમાં જ્યારે કોઇ ગરીબ અને દૂરના વ્યક્તિ નું મૃત્યુ થાય તેવા સંજોગોમાં તે મૃતકના પરિજનોને મૃતદેહને પોતાના વતન કે પછી સ્થળે લ ઇ જવા માટે એમ્બ્યુલન્સ ની જરૂર પડતી હોય છે ત્યારે હોસ્પિટલ બહાર ખાનગી એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં જ આવા મૃતદેહને તેઓના વતન સ્થળે લ ઇ જવા ગરીબ અને બહારના દર્દીઓ પાસેથી ઉંચી રકમ લ ઇ રીતસરની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે. આ બધું વર્ષોથી હોસ્પિટલ પ્રશાસન ના નાક નીચે થઇ રહ્યું છે જે અંગે અવારનવાર મિડિયા દ્વારા અહેવાલો રજૂ કરવા છતાં ખાનગી એમ્બ્યુલન્સ ના સંચાલકોની મનમાની યથાવત રહેવા પામી છે. એસ.એસ.જી.હોસ્પિટલ નું તંત્ર ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો સામે જાણે શરણાગતિ સ્વિકારી લીધી હોય તેમ મૂકપ્રેક્ષક બની ગયા છે. બીજી તરફ શહેરમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં સૂરા ગણાતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમને તથા ટ્રાફિક શાખાને એસ.એસ.જી.હોસ્પિટલ બહાર રોડપર ગેરકાયદેસર રીતે એમ્બ્યુલન્સ પાર્ક કરતાં સંચાલકોની મનમાની દેખાતી નથી હવે એસ.એસ.જી.હોસ્પિટલ બહાર એટલે કે પંચમુખી હનુમાનજી મંદિર તથા કિર્તીમંદિર સામે ઉભી રહેતી ખાનગી એમ્બ્યુલન્સ ના સંચાલકોએ મૃતદેહને લ ઇ જવા માટે કોફીનો પણ રોડના ફૂટપાથ તથા રોડ પર ખડકી છે. ગેરકાયદેસર રીતે આ દબાણ કરવામાં આવી રહ્યું હોવા છતાં એસ.એસ.જી.હોસ્પિટલ પ્રશાસન તથા વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા અને ટ્રાફિક શાખા અહીં કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top