Vadodara

થોડા દિવસ પહેલા જ રિસરફેસ થયેલા લાલબાગ બ્રિજ પર પહેલા વરસાદમાં જ ગાબડાં પડ્યા!

વડોદરા મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટરોનું રાજ છે એવું હાલમાંજ કોર્પોરેશનની સભામાં એક નગર સેવક બોલ્યા હતા. શહેરમાં પડેલા મોસમના પહેલા જ નજીવા વરસાદમાં જ જે સ્થિતિ થઈ એ જોતાં એ વાત સાચી હોય એમ લાગી રહ્યું છે.
શહેરમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. હજુતો આ સીઝનનો પહેલા વરસાદ છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.
તાજેતરમાં જ મીલીંગ મશીન લાવી રિસર્ફેસિંગ કરાયા બાદ કાર્પેટિંગ કરાયું તેવા લાલબાગ બ્રિજનો મેકઅપ પહેલા વરસાદમાં ધોવાયો હતો. પહેલાંજ વરસાદમાં લાલબાગ બ્રિજ પર ગાબડા પડ્યા અને જળ ભરાવ થતાં હજી આં બ્રિજ પર રિસર્ફેસિંગ કરી પ્રજા માટે ખુલ્લે મૂકે પાચ દિવસ થયા છે ત્યારે બ્રિજ પર ખાડા પડવાનું ચાલુ થઈ ગયું. પાલિકાના સ્માર્ટ અધિકારીઓ અને ઘી કેળા ખાતા કોન્ટ્રાક્ટરો બ્રિજ પર પડેલા ગાબડાં સિમેન્ટથી પૂરાણની કરવાની કામગીરી કરતા દેખાયા. આજ બતાવે છે કે પાલિકાના સત્તાધીશો અને મળતીયાઓ એ આ બ્રિજ નું રિસર્ફેસિંગ કરવાના બહાને કેટલી મલાઈ ચાટી અને અધિકારીઓએ ભાગ બટાવ કર્યો . રોજ અવર જવર કરનાર અને પોતાના ટેક્ષના રૂપિયા બરબાદ થતાં જોઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
જો ખરેખર કોન્ટ્રાક્ટર સામે વિજિલન્સ તપાસ થાય તો તમામ હકીકત બહાર આવે એમ છે.

Most Popular

To Top