Entertainment

સોનાક્ષી સિન્હાના લગ્ન બાદ પિતા શત્રુઘ્ન સિન્હા થયા ભાવુક, કહ્યું- 44 વર્ષ પહેલા હું…

નવી દિલ્હી: દીકરીના લગ્નમાં જો કોઈને સૌથી વધુ ખુશી લાગે છે તો તે તેના માતા-પિતા છે. આ સમયે બોલિવૂડ (Bollywood) એક્ટર શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) પણ આવી જ ખુશી અનુભવી રહ્યા છે. કારણ કે તેમની દિકરી સોનાક્ષી સિન્હાએ (Sonakshi Sinha) રવિવારે તેણીના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ (Zaheer Iqbal) સાથે લગ્ન કર્યા હતા. ત્યારે શત્રુધ્ન સિંહા લગ્ન બાદ ભાવુક જોવા મળ્યા હતા.

અસલમાં સોનાક્ષી અને ઝહીરે પરિવારની હાજરીમાં સિવિલ મેરેજ કર્યા હતા અને પછી રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જો કે તેના આંતર-ધર્મ લગ્નને કારણે તેણીને ઘણી ટ્રોલીંગનો પણ સામનો કરવો પડ્યો હતો. એટલા માટે અભિનેત્રીએ લગ્નનો ફોટો શેર કરતી વખતે ઇન્સ્ટાગ્રામનું કોમેન્ટ સેક્શન પણ બંધ કરી દીધું હતું. હવે દીકરીના લગ્ન બાદ પિતા શત્રુઘ્ને પહેલીવાર આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમજ તેમના 44 વર્ષ અગાઉના તેમના લગ્નની વાત કરી હતી.

શત્રુઘ્ન સિન્હાએ દંપતીને આશીર્વાદ આપ્યા હતા
સોનાક્ષી અને ઝહીરના લગ્ન પછી, શત્રુઘ્ન સિંહાએ એક વાતચીત દરમિયાન તેમની દિકરીના સિવિલ મેરેજ પર પ્રતિક્રિયા આપી હતી. જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે તેઓ તેમની દિકરીના લગ્નના દિવસે કેવો અનુભવ કરી રહ્યા હતા, ત્યારે શત્રુઘ્ને કહ્યું કે આ પણ પૂછવા જેવો પ્રશ્ન છે. દરેક પિતા આ ક્ષણની રાહ જુએ છે, જ્યારે તેમની દીકરી પોતાના પસંદ કરેલા વર સાથે લગ્ન કરે અને તેમનું દાંપત્ય જીવન સુરક્ષિત રહે.

અભિનેતાએ વધુમાં કહ્યું કે 44 વર્ષ પહેલા શત્રુઘ્ન સિન્હાએ પૂનમ સિન્હા સાથે લગ્ન કર્યા હતા, જે તેમની પસંદગીની ખૂબ જ સફળ, ખૂબ જ સુંદર, ખૂબ જ પ્રતિભાશાળી છોકરી હતી. હવે સોનાક્ષીનો વારો છે કે તે પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરે. આ સાથે જ જ્યારે સોનાક્ષીના સસરા એટલે કે ઝહીરના પિતાને સોનાક્ષીના ધર્મ પરિવર્તન અંગે સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે સ્પસ્ટ કર્યું હતું કે સોનાક્ષી ધર્મ પરિવર્તન કરશે નહીં.

ઝહીરે શત્રુઘ્ન સિન્હાના ચરણ સ્પર્શ કર્યા
23 જૂને સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે તેમના લગ્નની નોંધણી કરાવી હતી. ત્યારે લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે લગ્ન બાદ ઝહીરે સસરા શત્રુઘ્ન સિન્હા અને સાસુ પૂનમ સિન્હાના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા હતા.

Most Popular

To Top