નવી દિલ્હી: ભારતીય શેરબજારની (Indian stock market) શરૂઆત આજે સોમવારે મોટા ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક રોકાણકારો (Global investors) તરફથી કોઈ સમર્થન ન મળવાને કારણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજાર લાલ નિશાનમાં (Red Mark) ખુલ્યું હતું. આ સાથે જ એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય, નિફ્ટીના અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં સોમવારના ટ્રેડિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ 24 જુનના રોજ BSE સેન્સેક્સ 324.25 પોઈન્ટ અથવા 0.42 ટકાના ઘટાડા સાથે 76,885 પર ખુલ્યો હતો. ત્યારે NSEનો નિફ્ટી 118.80 પોઈન્ટ અથવા 0.51 ટકાના ઘટાડા સાથે 23,382 પર ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં જ નિફ્ટીએ 23,446ની ઊંચી સપાટીથી 23,350ની નીચી સપાટીને સ્પર્શ કર્યો હતો.
આ ટોપ ગેઇનર્સ અને લુઝર છે
ટ્રેડિંગની શરૂઆતમાં, સન ફાર્મા, ICICI બેંક, વિપ્રો, ITC અને શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક, સિપ્લા, SBI, ટાટા સ્ટીલ અને બજાજ ફાઇનાન્સ લિઝર્સમાં હતા. આ સિવાય કેપિટલ ગુડ્સ, એફએમસીજી અને વીજળી સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
પ્રી-ઓપનિંગમાં જ હિંટ આપવામાં આવી હતી
સ્થાનિક સૂચકાંકો NSE નિફ્ટી 50 અને BSE સેન્સેક્સે સોમવારે પ્રી-ઓપનિંગમાં નકારાત્મક શરૂઆત કરી હતી. એશિયા-પેસિફિક ક્ષેત્રના શેરબજારો સોમવારે સવારે નજીવા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. ત્યારે એશિયા ડોઉ 0.88% ના વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા, જ્યારે જાપાનનો નિક્કી 225 0.03% ના ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 1.67% ના વધારા સાથે અને બેન્ચમાર્ક ચાઈનીઝ ઈન્ડેક્સ શાંઘાઈ 0.24% ના વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો.
વિદેશી રોકાણકારોનું વલણ કેવું રહ્યું?
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ઉપલબ્ધ ડેટા અનુસાર, 21 જૂન, 2024ના રોજ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 1,790 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ. 1,237 કરોડના શેર ખરીદ્યા હતા. જેથી આજે શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો.
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો
સોમવારે સવારે WTI ક્રૂડ ઓઈલના ભાવ 0.26% ઘટીને $80.38 પર આવી ગયા હતા, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ પણ 0.26% ઘટીને $84.85 થઈ ગયા હતા.