આજે પતિના દિર્ઘાયની કામના સાથે શહેર પોલો ગ્રાઉન્ડ ખાતે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી..
દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ વટ સાવિત્રી પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ વ્રત પરિણીત સૌભાગ્યવતી મહિલાઓ રાખે છે, જેનાથી તેમનો સુહાગ અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય અને તેમનું દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહે. વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત એ વટ સાવિત્રી વ્રત જેટલું જ પૂણ્ય આપનારું માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત 21 જૂને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ વટ (વડ) ની પૂજા અર્ચના કરવામાં આવી હતી.મહિલાઓએ વહેલી સવારે નવવસ્ત્રો પરિધાન કરી પૂજાપાની થાળીમાં પૂજાપો, ફૂલો, ફ્રૂટ્સ તથા મિઠાઇ સાથે સૂતર સાથે વટવૃક્ષ એટલે કે વડની પૂજા કરી હતી અને સૂતરની આંટી વડને બાંધી પોતાના પતિના દિર્ઘાયુ, પતિના આરોગ્ય સુખાકારી, રક્ષણ અંગેની કામના કરી હતી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત રીતે સૌભાગ્યવતી મહિલાઓને આ વ્રતનું પૂજન કરાવવામાં આવ્યું હતું. વધુ માં મહારાજ એ જણાવ્યું કે