Vadodara

બાંધકામ પૂરું નહીં થયા છતાં પાર્શિયલ બીયુથી દુકાનો ખોલી દેવાઈ

મંગલ પાંડે રોડ, કારેલીબાગ ને માંજલપુરના બાંધકામોને નિયમો લાગુ પડતાં નથી?

શહેરમાં કંપ્લિશન વિનાના અનેક કોમર્શિયલ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો ધમધમતી થઈ ગઈ છે. ત્યારે ઉપર બાંધકામ ચાલતું હોય અને તેનાથી નીચેના શોરૂમના કર્મચારી, સિક્યુરિટી સ્ટાફ કે આવતા જતા ગ્રાહકોને મોટું નુક્સાન થઈ શકે તેમ છે. આ બાબતથી માહિતગાર હોવા છતાં પાર્શિયલ બીયુ મેળવી કેટલીક જગ્યાએ શોરૂમ શરૂ કરનારાઓને ત્યાં તાત્કાલિક તાળા મારી દેવા જોઈએ . પરંતુ પાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારી આખ આડા કાન કરી રહ્યા છે અથવા વ્યવહાર પહોંચી ગયો હોય એવું દેખાઈ આવે છે.
શહેરમાં અનેક એવી ઇમારતો છે જ્યાં સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થયું નથી, હજુ માત્ર ગ્રાઉન્ડ કે ફર્સ્ટ ફ્લોર તૈયાર થયા છે અને તેની ઉપરના માળમાં બાંધકામ ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ઘણી જગ્યાએ લાગવગ લગાવી ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે પાર્શિયલ બીયુ અને ફાયર એનઓસી આપી તાત્કાલિક ગ્રાઉન્ડ ફ્લોરના શોરૂમ ધમધમતા કરી દેવામાં આવ્યા છે. આબાબત ખૂબ ગંભીર હોવા છતાં પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આવી જગ્યા એ સિલ મારતા કેમ નથી એ સમજાતું નથી. આ અંગે પાલિકાએ પાર્શિયલ આપેલ બિયુ અને ફાયર એનઓસીના બિલ્ડીંગની યાદી ટાઉન પ્લાનિંગ વિભાગ પાસે માંગવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે પાંચ જગ્યાએ આવા પાર્શિયલ બીયુ આપવામાં આવ્યા છે. પરંતુ ટાઉન પ્લાનિંગ વિભાગ આવા કામોના
નામ પાંચ દિવસથી આપી શક્તા નથી અને યાદી તૈયાર થઈ રહી છે તેમ જણાવી વિગત પૂરી પાડવામાં ઠાગાઠેયા કરી રહ્યા છે. જે બિલ્ડીંગના બાંધકામ ચાલી રહ્યા છે અને નીચે શોરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે તેવા કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્શિયલ બીયુ તાત્કાલિક રદ કરી દેવામાં આવે અને અહીં આવતા ગ્રાહકો, સિક્યુરિટી સ્ટાફ અને શરૂ થયેલ શોરૂમના કર્મચારીઓના જીવને જોખમમાં મૂકે તેવી પરિસ્થિતિ નિર્માય તેઅગાઉ તાત્કાલિક આવા શોરૂમ બંધ કરી દેવામાં આવવા જોઈએ. મંગલ પાડે રોડ સ્થિત અઘોરા મોલ, વુડા સર્કલ પાસેના અર્થ યુફોરીયા , માંજલપુર દરબાર ચોકડી પર બિલ્ડર ચેતન શેઠ દ્વારા હાલ કામ ચાલુ હોય એવા ઓરા મેમોરિસ માં ઉપરના મળે હજી કામ ચાલુ હોય ફાયર સેફ્ટીની માત્ર પાઇપો નાખી હોય કામ પૂર્ણ વગર કેવી રીતે હોટેલ ચાલુ થઈ આમાં કયા અધિકારીની શું ભૂમિકા છે, કયા નેતાના આશીર્વાદ છે ? આ બિલ્ડર પર સાથે સાથે વાઘોડિયા સહિતના વિવિધ પાંચ કોમર્શિયલ કોમ્પ્લેક્સને પાર્શિયલ બીયુ આપી દેવામાં આવ્યા છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવા પાર્શિયલ બીયુ રદ કરી દેવા જોઈએ. એક તરફ હજી રાજકોટ જેવી ઘટના ભૂંસાઈ નથી ત્યારે શું વડોદરા પાલિકાનું તંત્ર વધુ એક ગોઝારી દુર્ઘટનાને અંજામ આપવા પાર્શિયલ બીયુ આપી રહ્યું છે. એવા સવાલો પણ આ તબક્કે ઉભા થયા છે. નાનાં ધંધા વાળા કે દુકાનદાર ને તરત દંડ થાય અથવા શીલ મરાય અથવાતો પાલિકાના દબાણ શાખા દ્વારા તોડી પાડવામાં આવે છે ત્યારે ચેતન શેઠ જેવા બિલ્ડરો પાલિકાને પોતાના ખિસ્સામાં રાખી ફરતા હોય એમ સીધું દેખાઈ આવે છે. માંજલપુરના મુખ્ય માર્ગ પર પાલિકાની નજર કેમ નથી પડતી અને કાર્યવાહી કેમ નથી થતી એ સહુથી મોટો પ્રશ્ન છે.

Most Popular

To Top