Dahod

દાહોદ જિલ્લામાં નકલીની બોલબાલા યથાવત્,આચાર્યની નકલીની તપાસ અરજી સામે આવતા ચકચાર…

દાહોદ જિલ્લામાં નકલી કચેરી, નકલી બિનખેતી હુકમ બાદ હવે શાળાના આચાર્યના નામની નકલી તપાસ અરજી સામે આવતા દાહોદ જિલ્લામાં નકલીની બોલબાલા શરૂ થઈ હોય તેમ ઘાટ સર્જાયો છે. આ પ્રકરણમાં એક શાળા ના આચાર્યે અન્ય શાળાના આચાર્યના નામની દ્વેષ ભાવના રાખી ત્રીજી શાળાનાં આચાર્ય વિરૂદ્ધ વહીવટી તંત્રની વિવિધત કચેરીઓમાં અરજી કરતા અને તે અરજી સંદર્ભે અરજદારને રૂબરૂ સાંભળવાની નોટિસ મળતા અને તેઓ આ અરજી સંદર્ભે પ્રાંત અધિકારી સમક્ષ રજૂ થતાં અને પોતે અરજી ન કરી હોવાનું જણાવતા સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો. આ સંદર્ભે પોલીસે આઇપીસીની જુદી જુદી સેક્શન અંતર્ગત મુજબ ગુનો દાખલ કરતા આચાર્ય જોડે વેશભાવના રાખી બદલો લેવાનુ ષડયંત્ર રચનાર અને શાળાની આચાર્યને બદનામ કરવાનો કારસો રચ્યો હોવાનું સામે આવ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં સામાન્ય પણે શિક્ષકોને ઇલેક્શન ડ્યુટીમાં સામેલ કરવાનું મુખ્ય ચૂંટણી અધિકારી હુકમ કરતા હોય છે. તો ઘણા ખરા કિસ્સાઓમાં કોઈક શિક્ષક આવી ઇલેક્શન ડ્યુટી માંથી બાકાત પણ રહી જતો હોય છે. તેવા સમયે દાહોદ નવજીવન ગર્લ્સ સ્કૂલના આચાર્ય રાગિનીબેનને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ ન કરાયા હોવાનું ધ્યાને આવતા તેનાથી દ્વેષ ભાવના રાખી નવકાર નગર દાહોદમાં રેહવાસી અને અને દાહોદ શહેરના ચાકલીયા રોડ સ્થિત ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા ટીનાબેન જૈન દ્વારા ચૂંટણી અધિકારી કલેકટર શ્રી તેમજ પ્રાંત તથા મામલતદાર ને સંબોધતી એક અરજી મોકલી હતી અરજીમાં અરજદાર તરીકે સ્વનિર્ભર માધ્યમિક શાળાના આચાર્યનું નામ કરેલ હતો અને સહી સિક્કા નો ઉપયોગ કર્યો હતો. આ અરજી તપાસ અર્થે પ્રાંત અધિકારીના હાથમાં આવતા અરજદાર ને રૂબરૂ સાંભળવા માટે પોતાની કચેરીએ તેડાવ્યા હતા. ત્યારે ચોકી ઉઠેલા સ્વ નિર્ભર માધ્યમિક શાળાના આચાર્ય મિલનબેન કોન્ટ્રાક્ટર પ્રાંત અધિકારી સમક્ષ પોતે આવી કોઈ અરજી કરી જ ન હોવાનું જણાવતા જે તે સમયે પ્રાંત અધિકારીએ તેમના નિવેદન લઈ આ સંદર્ભે અજાણ્યા વ્યક્તિ દ્વારા આ અજાણ્યા વ્યક્તિ સામે આ ફરિયાદ કરવાની તાકીદ કરી હતી. જે બાદ આ સમગ્ર મામલો દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં સ્વનિર્ભર પ્રાથમિક શાળાના આચાર્ય મીનલબેન કોન્ટ્રાક્ટરે અજાણ્યા ઇસમ વિરોધ ગુનો દાખલ કરાવ્યો હતો. આ સમગ્ર મામલામાં પોલીસે તપાસ કરતા તેમાં સીસીટીવી કેમેરાની ફૂટેજ જોતા અને તલસ્પર્શી તપાસ હાથ ધરતા આ સમગ્ર કારસો ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળાના આચાર્ય ટીનાબેન જૈન દ્વારા નવજીવન ગર્લ્સ હાઈ સ્કૂલની પ્રિન્સિપલ રાગીની બેનને ઇલેક્શન ડ્યુટીમાંથી બાકાત રાખતા આ અંગેની દ્વેષ ભાવનાથી પીડીત ટીનાબેન જૈને સ્વનિર્ભર પ્રાથમિક શાળાના આચાર્ય મીનાબેન કોન્ટ્રાક્ટરના નામનો સ્વ નિર્ભર પ્રાથમિક શાળાનો બોગસ લેટરહેડ બનાવી આચાર્યના ખોટી સહી અને સિક્કા મારી રાગીનીબેન વિરૂદ્ધ વહીવટી તંત્રની વિવિધ કચેરીમાં અરજી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેના પગલે હવે પોલીસે શાળાના આચાર્ય ટીનાબેન જૈન વિરુધ્ધ જુદી જુદી સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top