Vadodara

વડોદરા : ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાના રુ.2.28 લાખના દાગીના ભરેલા પર્સની ચોરી કરી ગઠિયો ફરાર

પ્રતિનિધિ વડોદરા તા.20
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરતી વેળા મુસાફરોની ભીડનો લાભ લઈને કોઈ ગઠિયાએ મહિલાના રુ.2.28 લાખના સોનાના દાગીના ભરેલા પર્સની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પ્લેટફોર્મ પર પતિને લેવા આવવા માટે ફોન કરવા પાકીટની ચેન ખોલતા દાગીના ભરેલું પર ગાયબ હતું. જેથી મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં ગઠીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં આવેલી આકાશગંગા સોસાયટીમાં રહેતા ઇન્દુબેન પ્રદિપકુમાર દવે 18 જૂનના રોજ વાપીથી વડોદરા આવવાનું હતી. જેથી તેઓએ ગુજરાત સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેનમા રિઝર્વેશન કરાવ્યું હતું. વાપી રેલ્વે સ્ટેશનથી 19 જૂનના રોજ ટ્રેનમાં બેસી મુસાફરી કરીને મહિલા વડોદરા આવવા માટે નીકળી હતી. ટ્રેન 12:30 વાગ્યાના અરસામાં વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નં.2 પર આવીને ઊભી રહી હતી. તે દરમિયાન મુસાફરો સાથે મહિલા પણ ટ્રેનમાંથી નીચે ઉતરી રહ્યા હતા હતી. તે દરમિયાન મુસાફરોની ભીડનો લાભ લઈને કોઈ ગઠીયા એ મહિલાના પર્સમાંથી રૂપિયા 2.28 લાખના સોનાના દાગીના ભરેલા પર્સની ચોરી કરી હતી. મહિલાએ વડોદરા રેલ્વે સ્ટેશને લેવા આવવા તેમના પતિ પ્રદિપકુમારને ફોન કરવા માટે લેડીઝ પર્સ માંથી મોબાઇલ કાઢવા જતા પર્સની ચેન અગાઉથી જ ખુલ્લી હતી. જેથી મહિલાએ પર્સમાં ચેક કરતા 2.28 લાખના સોનાના દાગીના મુકેલું પાકીટ ચોરી થયું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ટ્રેનમાંથી ઉતરતી વેળા પેસેન્જરોની ભીડનો લાભ લઈન ગઠિયાએ 2.28 લાખના દાગીના ભરેલા પર્સની ચોરી કરી હોવાની ફરિયાદ મહિલાએ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

Most Popular

To Top