*પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી અને પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી બંને વૈષ્ણવાચાર્ય એ પોતાના અનુયાયી દ્વારા વિરોધ નોંધાવ્યો.*
વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજ શ્રી દ્વારા સંસ્થાપિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ( VYO ) તેમજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી ની VIPO સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વૈષ્ણવોના રક્ષણ માટે *”વૈષ્ણવ ધર્મ રક્ષા સમિતિ”* નું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ સમિતિ દ્વારા વડોદરા શહેરમાં હિન્દુ ધર્મનો દુષ્ટ પ્રચાર કરતી *મહારાજ ફિલ્મ* ના પાછળ વિરોધ માટે એક વૈષ્ણવ રેલી કરવામાં આવી હતી.
આ રેલીમાં VYO અને VIPO ના અસંખ્ય કાર્યકર્તાઓ જોડાયા હતા.
સમિતિના આગેવાનો દ્વારા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપ્યું હતું અને કમિશનર ઓફિસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા હતા.
પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાયમાં વૈશ્વિક રીતે સંપ્રદાયનો બહોળો પ્રચાર કરવા પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી અને પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી આગવી રીતે કાર્યરત છે ત્યારે બંને આચાર્યોની આ યુતિ એ વૈષ્ણવ સમાજમાં જબરદસ્ત એકતાનું દર્શન કરાવ્યું હતું.
વૈષ્ણવ સમાજ માટે બંને આચાર્યો ભેગા થઈને આ હિન્દુ ધર્મ તેમજ વૈષ્ણવ સંપ્રદાય અને ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર અભદ્ર ટિપ્પણીને જોતા એવા પર ગંભીર આક્ષેપો કરતી *મહારાજ ફિલ્મ* નો વિરોધ ખૂબ જ મોટા પાયે થઈ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે VYO ભારતના સલાહકાર શૈલેષભાઈ પટવારી *મહારાજ ફિલમના* મુદ્દા પર હાઇકોર્ટમાં પિટિશન અને બીજા VIPO ના કાર્યકર્તાઓ સાથે મળીને કરી હતી. જેના પરિણામ સ્વરૂપે હાઇકોર્ટે ફિલ્મ રિલીઝ પર રોક લગાવી હતી.
વડોદરા શહેરની આ રેલીએ ગજબનું આકર્ષણ જમાવ્યું હતું.
ડીજે માં “વૈષ્ણવ હે હમ વૈષ્ણવ હે, વલ્લભ કે હમ વૈષ્ણવ હે” ના ભજનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ સમિતિમાં VYO વડોદરાના પ્રમુખ અને વડોદરાના સાંસદ ડો. હેમાંગભાઈ જોષી, VYO ભારતના સલાહકાર અને GCCI ના પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ પટવારી, ધારાસભ્ય – કેયુરભાઈ રોકડિયા, વિધાનસભા દંડક અને ધારાસભ્ય – બાલુભાઈ શુક્લા, ધારાસભ્ય – જીતુભાઈ સુખડિયા, ડો. વિજયભાઈ શાહ VIPO ના પ્રમુખ શશીકાંતભાઈ, ભરતભાઈ ઝવેરી, બંદીષભાઈ રંગવાલા, SVVP પ્રમુખ કિરીટભાઈ શાહ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
મહારાજ ફિલ્મના વિરોધમાં વડોદરામા વૈષ્ણવ સંગઠનોની જંગી રેલી
By
Posted on