Dahod

દાહોદમાં દુકાનદારની નજર ચૂકવી 21 હજારના સોનાના દાગીનાની ચોરી

દાહોદ તા.૧૯ વિનોદ પંચાલ

દાહોદ શહેરમાં એક સોનીની દુકાને બે અજાણી મહિલાઓ ખરીદી કરવા આવતાં જ્યાં દુકાનદારની નજર ચુકવી બે મહિલાઓ દ્વારા ૦૭ સોનાના કાંટા અંદાજે કિંમત રૂા. ૨૧,૦૦૦ની મત્તાની ચોરી કરી બંન્ને મહિલાઓ ફરાર થઈ જતાં જ્યારે દુકાનદારને શંકા જતાં સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરતાં મહિલાઓ સોનાના દાગીનાની ચોરી કરતાં સીસીટીવી કેમેરામાં જાેવા મળતાં પંથકમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી છે.

ગત તા.૧૮મી જુનના રોજ બપોરના આશરે ૧ વાગ્યાના આસપાસ દાહોદ શહેરના મંડાવ ચોકડી નજીક આવેલ યસ જવેલર્સમાં બે અજાણી મહિલાઓ સોના-ચાંદીના ઘરેણા લેવાના બહાને આવી નાકમાં પહેરવાની નથણી જેની આશરે ૭ સોનાના કાંટા જેની આશરે કીમત ૨૧,૦૦૦ ઉપરાંતની મત્તાના સોનાના કાંટા દુકાનદારની નજર ચુકવી એક મહિલાએ એકપછી એક ૦૭ જેટલા સોનાના કાંટા પોતાના મોઢામાં નાંખી દીધી હતી. ત્યાર બાદ બંન્ને મહિલાઓ દુકાનમાંથી બહાર નીકળી જતી રહી અને દુકાનદારને સોનાની રકમો ઓછી હોવાનું દુકાનના માલિક સંદીપભાઈ કનૈયાલાલ સોનીને શંકા જતા દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતા આખી હકીકત બહાર આવી હતી જેમાં મહિલાએ સોનાની રકમો મોંઠામાં મૂકી ચોરી કરી છું મંતર થઈ હતી. અગાઉ પણ આ બે અજાણી મહિલાઓ દુકાનમાં બે વાર આવી હોવાનું દુકાનમાં માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે. જાણવા મળ્યાં અનુસાર, આ મામલે હાલ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

—————————————————–

Most Popular

To Top