વડોદરા: ભાજપ દ્વારા સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સુત્રનો પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેનાથી વિપરીત ભાજપ શહેર પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જેને લઇને તમામ આશ્ચર્યમાં મુકાયા હતા.
વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી જંગી 5.82 લાખ મતોથી વિજયી થઇને સાંસદ બન્યા છે. જે ગુજરાતમાં ત્રીજા ક્રમાંકે વધુ મત મેળવનાર બન્યા છે. ગતરોજ રાવપુરા વિધાનસભા બેઠક વિસ્તારમાં ભાજપના નવા ચૂંટાયેલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવામાં ગતરોજ સમારોહમાં રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાળુભાઇ શુક્લા, મેયર પિન્કીબેન સોની, બાદમાં સાંસદ ડો. હેમાંગ જોશી અને ત્યાર બાદ શહેર પ્રમુખ ડો. વિજય શાહનું સંબોધન યોજાયું હતું. દરમિયાન તેમણે સંબોધનમાં જણાવ્યું કે, છેલ્લી ત્રણ ચૂંટણીમાં જે બુથમાંથી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ નહી ફાળવવી, જેણે મત નથી આપ્યા તેમના કામો નહી કરવા, જ્યાંથી વધુ મતો મળ્યા છે ત્યાં જ કામો કરવા.
સાથે જ ડો. વિજય શાહે હાલ ચાલતા સ્કુલવાન ચાલકો, અશાંત ધારાના અમલ અને જર્જરિત મકાનો ખાલી કરાવવાની કાર્યવાહીમાં લોકોની સાથે રહેવા માટેનું સુચન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો. વિજય શાહના નિવેદનના કારણે સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. તે દરમિયાન મંચ પર શહેરના મોટાભાગના તમામ અગ્રણી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર હતા.
જેમણે મત નથી આપ્યા, તેમના કામ કરવા નહિ: શહેર ભાજપ પ્રમુખનું વિવાદાસ્પદ નિવેદન
By
Posted on