વાઘોડિયાના આમોદરની સ્ટાન્ઝા લિવિંગ ઓકલેન્ડ હોસ્ટેલને ફાયર એનઓસીના અભાવે સીલ : વિદ્યાર્થીઓ અટવાયા
ફાયર અને વુડાએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરી :
( પ્રતિનિધિ ) વડોદરા તા.15
વાઘોડિયા તાલુકાના આમોદર પાસે આવેલ સ્ટાન્ઝા લીવીંગ ઓકલેન્ડ હોસ્ટેલ હાઊસ પર વુડાએ ફાયર અને બીયુ અંગે નોટીસ ફટકાર્યા હોસ્ટેલને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. આશરે 250 ઉપરાંત રૂમ ધરાવતી 6 માળની બિલ્ડીંગમા રાજ્ય અને રાજ્ય બહારથી વિદ્યાર્થીઓ હોસ્ટેલમા રહી અભ્યાસ કરે છે. હોસ્ટેલ મેનેજમેન્ટે સાંજે પાંચ વાગે તમામ વિદ્યાર્થીઓને રૂમ ખાલી કરવા માટેની અચાનક ઘોષણા કરતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. રાજ્યના એક નિવૃત્ત પોલીસ કમિશનરના સગાં હોવાથી આ હોસ્ટેલના સંચાલકો ઉછળતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિધ્યાર્થીઓને કોઈપણ પ્રકારની આગોતરી જાણ કરવામાં નહીં આવતા ફટાફટ સામાન પેક કરી રૂમ છોડવી પડી હતી. જેનાથી કેટલાક માળના વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતા અને મેનેજમેન્ટ પાસે પોતાની ડિપોઝિટ પરત કરવા માટે માંગ કરી હતી. જોકે મેનેજમેન્ટે તેવોની વાત નહિ સાંભડતા ઉશ્કેરાયેલા કેટલાક વિદ્યાર્થીઓએ હોસ્ટેલના બારીના કાચ તોડી રોષ વ્યક્ત કર્યો હતો. હોસ્ટેલ સીલ મારવાની પ્રક્રિયાને કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે હોસ્ટેલ મેનેજમેન્ટએ દાદાગીરી પર ઊતરી મોબાઈલ છીનવાની કોશીષ કરી ઊઘ઼્ઘતાઈ ભર્યુ વર્તન પોલીસ અને વુડાના અઘિકારીઓની હાજરીમા કર્યું હતું.
પાંચસો ઉપરાંત વિધ્યાર્થીઓને લકઝરી બસ અને રિક્ષાઓ દ્વારા અન્ય જગ્યાએ વ્યવસ્થા કરાતા અગાઊથી પેક હોસ્ટેલમા વિદ્યાર્થીઓનું કઈ રીતે સમાવેશ થશે તેવો પ્રશ્ન વિદ્યાર્થીઓ ઉઠાવ્યો હતો, સાથે જ એસી રૂમના ચાર્જ ચુકવી વિદ્યાર્થીઓને નોન એસીમાં ધકેલવામાં આવ્યા હોવાના આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો હતો. મોડી રાત સુધી હોસ્ટેલને સીલ મારવાની કામગીરી ચાલે તેમ છે સ્થળ પર ફાયર વિભાગ વુડાના અધિકારી સહિત પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સર સામાન સાથે હોસ્ટેલ બહાર મોડે સુધી લાચાર બની બેઠા હતા. સાંજનો નાસ્તો પણ નહિ મડતા હોસ્ટેલ સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે મોઢે માગે તે પ્રકારની ફી વાલીઓ પાસે વસુલે છે, છતાં નિયમોનું પાલન મેનેજમેન્ટ કરતું નથી. જેના કારણે વિદ્યાર્થીઓને ભોગ બનવાનો વખત આવ્યો છે. છ માળની સ્ટાન્ઝા લીવીંગ ઓકલેન્ડ હોસ્ટેલ આટલા સમયસુઘી કોના છુપા આર્શીવાદથી ઘમઘમતી હતી તે પણ એક સવાલ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના એક મોટા શહેરના રિટાયર્ડ પોલીસ કમિશ્નરના સંબઘી હોસ્ટેલ મેનેજમેન્ટ કરતા હોવાથી કામગીરી અટકાવવા સ્ટાન્ઝા લીવીંગ ઓકલેન્ડને સીલ મારવાની કામગીરી અટકાવવા અનેક જગ્યાએ મોબાઈલથી સંપર્ક કર્યો હોવાનુ અંગત લોકોએ જણાવ્યુ હતુ. જોકે રાજકોટ દુર્ઘટના બાદ સર્તક બનેલ વડોદરા વહીવટી તંત્રએ સીલ મારવાની કામગીરી દરમ્યાન કોઈ પણ પ્રકારની લાપરવાહી વગર કામગીરી આરંભી છે.