Vadodara

એન ડી પી એસ ના ગુનામાં ઝડપાયેલા આરોપીના જામીન મંજૂર

આરોપી ગુજરાત વિલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટ ના ઓર્ગેનાઇઝર પ્રેસિડેન્ટ 

વડોદરા: ગુજરાત વિલચર ક્રિકેટ ટુર્નામેન્ટ ના ઓર્ગેનાઇઝર પ્રેસિડેન્ટ થોડા દિવસ પહેલા એનડીપીએસ ના ગુનામાં ઝડપાયા હતા. બાદમાં તેમના વકીલ દ્વારા તેમના તરફે જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જે ગત ના રોજ મંજૂર કરતા તેઓ જામીન પર મુક્ત થયા હતા.

થોડા દિવસ પહેલા તરસાલી વિસ્તારમાંથી મકરપુરા પોલીસે ગાંજાના છોડવા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની સાથે ત્રણ કિલો ઉપરાંતનો ગાંજા નો જથ્થો મળી આવ્યો હતો જેથી તેને સેન્ટ્રલ જેલમાં સજના ભાગરૂપે મુકવામાં આવ્યો હતો બાદમાં તેમના વકીલ દ્વારા જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જોકે તેમના વકીલ હર્ષદ પરમાર દ્વારા ધારદાર દલીલો અને વિવિધ મુદ્દાઓ પર ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરતા આરોપી એવા મનીષ પટેલ ની જામીન અરજી મંજૂર થઈ હતી જોકે એનડીપીએસના ગુનામાં જામીન મળવું ખૂબ જ અઘરી બાબત ગણાય છે ત્યારે વડોદરા કોર્ટે એનડીપીએસ ના આરોપીન વડોદરા કોર્ટે એનડીપીએસ ના આરોપી ના જામીન મંજૂર  કર્યા હતા. કે તેમને જામીન મંજૂરી સાથે વિવિધ શરતો પણ જણાવી હતી અને તેનું પાલન કરવું આવશ્યક હોવાનું નોંધ પણ કરી હતી આમ આરોપી મનીષ પટેલને શરતી જામીન ની મંજૂરી મળી હતી.

Most Popular

To Top