સરકારી જમીનો પર કબજો અને દબાણો મામલે ધારાસભ્યએ લખેલા પત્રને લઈ નવો વળાંક…..
કલેકટર બાદ ડો.વિજય શાહે આપેલા નિવેદનથી આંતરિક ડખા ઉજાગર થયા :
સરકારી જમીનો ઉપર કબજો અને તેની પર દબાણ કરી રેવન્યુ ડિપાર્ટમેન્ટને ભારે નુકસાન થતું હોય આ મામલે ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું. આ બાબતે કલેકટરે તપાસનો વિષય છે તપાસ પૂર્ણ થયા પછી ખબર પડે તેવું પ્રેસ કોંફરન્સમાં જણાવ્યું હતું. જોકે તેમના પછી શહેર ભાજપ પ્રમુખે વડોદરાના અનેક વિસ્તારમાં સળગતા પ્રશ્નો હોવાનું નિવેદન આપતા ભાજપમાં જ આંતરિક ડખા બહાર આવ્યા છે.
વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે જિલ્લા કલેકટર બીજલ શાહને પત્ર લખી કેટલાક તત્વો સરકારી જમીનો પર કબજો અને ગેરકાયદેસર દબાણ કરી રેવન્યુ ડિપાર્ટમેન્ટને ભારે નુકશાન થતું હોય તપાસ કરી યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું. જે બાબતે બીજા દિવસે કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવાઈ હતી. જેમાં કલેકટર બીજલ શાહ એ જણાવ્યું હતું કે તપાસ નો વિષય છે તપાસ પૂર્ણ થયા પછી ખબર પડે.અને દિન સાત માં આ કામ પૂર્ણ થાય એ શક્ય નથી સમય લાગશે. કલેકટર બાદ તુરંત જ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ધારાસભ્ય યોગેશ પટેલે ગઈકાલે કલેકટરને પત્ર લખ્યો એ બાબતે બીજા વડોદરા શહેરના વિવિધ વિસ્તારના ઘણા સળગતા પ્રશ્નો છે. એમાં પણ ધ્યાન આપવું જોઈએ. જેમકે વિશ્વામિત્રીનો પણ તેમણે ઉલ્લેખ કરી યોગેશ પટેલના પ્રશ્નો મુખ્યમંત્રી સાથે વાત કરી સંગઠનની ટીમ સાથે આગળ કામ કરાય એવી રજૂઆત કરીશું. આ બધી બાબતે પણ તેઓ આગેવાની લેય તેવી અમારી લાગણી અને માંગણી છે. આ તમામ ઘટના કર્મ જોતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વડોદરા ભાજપમાં ભાંજગડ આંતરિક ડખા ચાલી રહ્યા છે. ત્યારે આજ કારણ છે કે વડોદરાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે.