વડોદરા શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીની ટીમે જુગારીઓ સામે સપાટો બોલાવ્યો છે. જેમાં બંને ટીમે ત્રણ જગ્યા પર દરોડા પાડીને 14 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. જુગારીયાઓની અંગજડતી અને દાવ પર લાગેલી રોકડ રકમ, 12 મોબાઇલ અને ત્રણ વાહનો મળી રૂપિયા 8.50 લાખનો મુદ્દામાલ કબજે કરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
વડોદરા શહેરના જેતલપુર બ્રિજ નીચે ચાલતા જુગાર પર ડીસીબી પોલીસની ટીમ રેડ કરીને છ જુગારી રશ્મીન રામપ્રકાશ ધવન ,નિતીન રતીલાલ કોન્ટ્રાક્ટર, જગદિશભાઈ ઓમપ્રકાશ અણુવાશ,જનક ભુરાભાઈ પટેલ, વિશાલભાઈ પ્રવિણભાઇ પટેલ અને રાહુલભાઈ મોહનભાઈ ખંડેલવાલ જુગારીઓને ઝડપી કરવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપીયા 48 હજાર ,7 મોબાઈલ, બે વાહન કુલ તથા એક ફોર વ્હિલર 7.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બીજી તરફ પીસીબીએ પણ જુગારીઓ સામે લાલ આંખ કરી છે. 12 જુનના રોજ પ્રથમ બનાવમા
પાણીગેટ દરવાજા તથા તુલસીવાડી વિસ્તારમા ચાલતા જુગાર પર દરોડો પાડ્યો હતો. પોલીસની રેડના પગલે જુગારીઓમા દોડધામ મચી ગઈ હતી. જેમા બન્ને જગ્યા પરથી આઠ જુગારીઓ જીગ્નેશ રામકિશન કહાર, રવી શીતલભાઈ કહાર, પ્રણવ રાજુભાઈ કહાર, સલીમ ઉસ્માનગની મન્સુરી તથા મો. સીદીક ઉર્ફે લાલો મોહમદહુશેન ખીરખાવાલા, અશ્વિન ઉર્ફે અનિલ જાડેજા, નાસીરખાન બસીરમીયા પઠાણ અને ધવલ ચંન્દ્રકાન્ત રાજપુતને ઝડપી પાડયો હતો. પીસીબીની ટીમે રોકડ રકમ અને પાચ મોબાઈલ સાથે રૂ. 75 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.