ત્રિશા કંસ્ટ્રકશનના વિક્રમ ગુપ્તા જાણી જોઈને કામમાં વિલંબ કરી રહ્યા છે?
વડોદરા: વડોદરાના પીપીપી મોડેલથી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં ત્રિશા કન્સ્ટ્રક્શનના વિક્રમ ગુપ્તાને કોન્ટ્રાક્ટ અપાયા પછી કઈક ગોલમાલ થઈ રહી છે.
વડોદરા કલાદર્શન વોર્ડ ૧૫ના રસ્તા પાસે આવેલા વર્ષ ૨૦૧૯માં લગભગ ૨૮૦ આવાસ બાંધવા પીપીપી મોડેલથી ત્રિશા કન્સ્ટ્રક્શન સાથે કરાર કરવામાં આવ્યો હતો . આ જગ્યા પર ૧૦૦થી વધારે કાચા પાકા મકાન અને ઝુંપડા હોવાથી લોકોને બીજે સ્થળાંતર કરી આ જગ્યા પર ત્રણ ટાવર બનાવવાનું કામ શરું કર્યું હતું. ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાકટર એમાંથી બચતા હોય એમ લાગે છે. ત્રણ વર્ષથી ડિપાર્ટમેન્ટને પૂછતાં કોઈ સરખો જવાબ આપતા નથી . આ કોન્ટ્રાક્ટ વિક્રમ ગુપ્તા અધિકારીઓ ને ગાંઠતા ના હોવાનું સામે આવી રહ્યું છે. પીપીપી મોડલ પર જ્યારે આટલી મૂલ્યવાન જગ્યા વડોદરા મહાનગર પાલિકાએ ગરીબોના આવાસ બનાવવા આપી હોય ત્યારે આ કામ જલ્દી થી પૂરું થવું જોઈએ. જે સમય મર્યાદા આપી હોય તે સમય મર્યાદામાં કામ પૂર્ણ ના થાય તો કોન્ટ્રાકટર વિક્રમ ગુપ્તાને દંડ કરવો જોઈએ. દબાણોને હટાવ્યાને દોઢ વર્ષ થયું છે અને કોન્ટ્રાકટર આમાં કોઈ મોટો ભ્રષ્ટાચાર કરતા હોય એવું લાગે છે. કોર્પોરેશન કાચા પાકા મકાનના સ્થાનિકો ને સ્થળાંતર કરાયા એને જ્યા રહે છે એ પેટે તેમને ભાડું પણ ચૂકવાય છે. આમ ત્રિશા કન્સ્ટ્રક્શનના વિક્રમ ગુપ્તાના કાંડને લઈ કોર્પોરેશનને ડબલ ખર્ચો થઈ રહ્યો છે.