Vadodara

વડોદરા : ભાજપના પૂર્વ કાઉન્સિલરે સાંસદ યુસુફ પઠાણ પર કોર્પોરેશનનો પ્લોટ કબજે કર્યો હોવાનો લગાવ્યો આરોપ

પાલિકાએ પ્લોટ વેચાણે આપવા કરેલી દરખાસ્ત શહેરી વિકાસ મંત્રાલયે કરી હતી ના મંજૂર :

પૂર્વ કાઉન્સિલરે કહ્યું, સરકારી જમીન પર ગરીબોના ઝૂંપડા હટાવીએ છે તો આ જમીન આપણી પોતાની છે તાત્કાલિક આપણા તાબામાં લઈ લેવી જોઈએ :

( પ્રતિનિધિ ) વડોદરા તા.13

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ ઉપર ટીએમસીના સાંસદ યુસુફ પટાણે કબજો કર્યો હોવાનો આક્ષેપ ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે કર્યો છે. તેમણે કહ્યું કે, સરકારી જમીન ઉપર ગરીબોના ઝૂંપડા હટાવવામાં આવે છે. લારી ગલ્લા ઉઠાવવામાં આવે છે, તો પછી આ સરકારી જમીન આપણી પોતાની છે. તો એ તાત્કાલિક અસરથી પોતાના તાબામાં લઈ લેવી જોઈએ.

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને હાલ સાંસદ યુસુફ પઠાણે 2012માં જમીન વેચાણે લેવાની માંગણી કરી હતી. જે બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યુસુફ પઠાણને જમીન આપવા માટે ઠરાવ પણ કર્યો હતો. અને સામાન્ય સભામાં સર્વાનુ મતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી. જો કે વર્ષ 2014માં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આ દરખાસ્તને ના મંજૂર કરવામાં આવી હતી.

ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે જણાવ્યું છે કે, તાંદલજામાં ટીપી 22 ફાઇનલ પ્લોટ 90 અને મહાનગરપાલિકા દ્વારા રિઝર્વ પ્લોટ છે. એ પ્લોટ ની બાજુમાં 91 નંબરનો ફાઇનલ પ્લોટ છે. જેમાં આપણા ભારતીય ક્રિકેટર યુસુફભાઈ પઠાણ એમનું નિવાસ્થાન છે અને હાલના તેઓ ટીએમસી બંગાળમાંથી સાંસદ બન્યા છે. હવે યુસુફભાઈ પઠાણનું જે મકાન છે એ આખો 90 નંબરનો પ્લોટ એની અંદર આવી જાય છે. હવે જે તે સમયે 2012 ની અંદર યુસુફભાઈ પઠાણ દ્વારા એની પાલિકા પાસે વેચાણમાં માંગણી કરી હતી. ત્યારે પાલિકાએ દરખાસ્ત પાસ કરી હતી. સામાન્ય સભામાં દરખાસ્ત પાસ થઈને એની કિંમત નક્કી કરવામાં આવી હતી કે , લગભગ 57,200 ની આસપાસ તેની કિંમત નક્કી કરી હતી 978 ચોરસ મીટર ની જગ્યા છે. એ જગ્યાની રાજ્ય સરકાર પાસેથી મહાનગરપાલિકાએ પરમિશન માંગી કે, આ જગ્યા આપવા માંગીએ છીએ. શહેરી વિકાસ મંત્રાલય તરફથી એક પત્ર આવ્યો હતો કે, આ જગ્યા અપાય નહીં અને તમારી દરખાસ્ત ના મંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ એ જમીન જે આપણો ફાઇનલ પ્લોટ 90 નંબરનો મહાનગરપાલિકા પોતાના હસ્તક લઈ લેવો જોઈએ. એની ફેન્સીંગ કરી લેવી જોઈએ. પણ જે તે સમયે ફેન્સીંગ થઈ નહીં આજે કમ્પાઉન્ડ હોલ થઈ ગઈ છે મોટી, એ પ્લોટ કોની પાસે છે. એ કોઈ જાણી ના શકે. મારી સરકારને અને મહાનગરપાલિકાને લેખિતમાં એવી રજૂઆત કરી ચેક મ્યુનિસિપલ કમિશનરને અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કે આપણે સરકારી જમીન ઉપરના ગરીબોના ઝુંપડા હટાવીને બીજે કે ચાર જગ્યાએ મકાન આપીએ છીએ બાકીની જમીન પીપીપી ધોરણે પણ ફાળવીએ છીએ. રોડ પરના લારી ગલ્લા ઉઠાવીએ છીએ. તો આ સરકારી જમીન આપણી પોતાની એ આપણે તાત્કાલિક અસરથી આપણા પોતાના તાંબામાં લઈ લેવી જોઈએ એવી મારી રજૂઆત છે.

Most Popular

To Top