વડોદરા રણોલી રેલવે યાર્ડ માં ટ્રક અનલોડ કરતી વખતે ટ્રકની કેબિનમાં શોર્ટ સર્કિટથી આગ લગતા યાર્ડમાં કામ કરી રહેલા રેલવે કર્મચારી અને ટ્રક ડ્રાઈવર માં નાસ ભાગ થઈ હતી.
વડોદરા આજ વેહલી સવારે રણોલી રેલવે યાર્ડમાં ટ્રકમાંથી યુરિયા અનલોડ કરતી વખતે અચાનક ટ્રકની કેબિનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી અને જોત જોતામાં આજે ટ્રકની આખી કેબીનને ચપેટમાં લીધી હતી. ફાયર વિભાગને જાણ કરતા ફાયબ્રિગેડની ગાડી આવી ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો અને મોટા નુકશાન થી બચ્યા .
હતા.ઉલ્લેખનીય છે આખાય ગુજરાત માં જયારે ફાયર સેફ્ટી બાબતે અભિયાન ચાલી રહ્યું હોય ત્યારે સવાલ એ થાય છે કે ટ્રકમાં સીઝ ફાયરનો બોટલ રાખવોએ જરૂરી હોય છે અવારનવાર વાહનોમાં કોઈ કારણો સર આગ લગીતીના બનાવો સામે આવતા હોય છે ત્યારે રણોલી રેલવે યાર્ડ પર પણ ફાયર સેફ્ટી સુવિધાનો અભાવ જોવા મળેલો માટેજ ફાયર વિભાગ ને બોલાવવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવેલ હતો. કાયદાકીય રીતે સરકારી કે ખાનગી બસ હોય કે ટ્રક જેવા મોટા વાહનોમાં પણ સીઝ ફાયર સેફ્ટી હોવી જરૂરી છે જેથી કરી કોઈ આગ ના બનાવ માં જાન હાની કે મોટા નુકશાન થી બચી શકાય.