વડોદરા જિલ્લામાં ગોત્રી-સેવાસી-સિંધરોટ રોડ પર થીન વ્હાઈટ ટોપીંગ દ્વારા રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી સદર રસ્તા પર ભીમપુરા ત્રણ રસ્તાથી સિંધરોટ ચાર રસ્તા સુધીનો રોડ તા. ૨૯/૦૯/૨૦૨૪ સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
આ અંગે કલેક્ટરશ્રી બીજલ શાહે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધિત રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે નીચે મુજબનો ડાયવર્ઝનવાળો રસ્તો ઉપયોગમાં લેવા આદેશ કર્યો છે.
(૧) વડોદરાથી આણંદ, અનગઢ, કોટણા જવા માટે ભીમપુરા ગામથી શેરખી જવાના રસ્તાનો ઉપયોગ કરી શકાશે.
(૨) આણંદ, અનગઢ, કોટણાથી વડોદરા જવા માટે સિંધરોટ ચાર રસ્તા કોયલી તરફ વળી શેરખી જવાના રસ્તાનો ઉપયોગ કરી શકાશે.
(૩) સિંધરોટ ગામના સ્થાનિક વ્યક્તિઓ માટે ગામમાં જવા તથા આવવા માટે કામગીરી દરમિયાન એન્ટ્રી તથા એક્ઝીટ પોઈન્ટ છોડવામાં આવશે.
આ જાહેરનામાનાં કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.
*000*
ભીમપુરા ત્રણ રસ્તાથી સિંધરોટ ચાર રસ્તા સુધીનો રસ્તો તા. ૨૯/૦૯/૨૦૨૪ સુધી વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત
By
Posted on