બપોર દરમિયાન અસહય ઉકળાટ બાદ સાંજે વરસાદથી ઠંડક પ્રસરતા લોકોમાં રાહત
વડોદરા
બપોર દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ સાંજ દરમિયાન ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રવિવારની રજા દરમિયાન સાંજે અચાનક વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા અનેક લોકો ધાબા પર પહેલા વરસાદની મજા માણતા નજરે પડ્યા હતા સાથે જ અચાનક વરસાદ વરસતા અને ભારે પવનના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બપોર દરમિયાન મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી સેન્ટિગ્રેટેડ નોંધાયું હતું. જેના કારણે ગરમીમાં તો ઘટાડો નોંધાયો હતો પરંતુ બફારાના કારણે બપોર દરમિયાન લોકો માં ભારે ઉકળાટ જોવા મળ્યો હતો. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. રવિવારની રજા હોવા છતાં પણ લોકો બપોર દરમિયાન બહાર નીકળવાનું ટાળ્યું હતું. પરંતુ સાંજ દરમિયાન પવન હોવાના કારણે લોકો બહાર નીકળ્યા હતા. પરંતુ અચાનક પવનની ગતિમાં વધારા સાથે જ ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક વાહન ચાલકો અટવાયા હતા તો વિવિધ વિસ્તારોમાં લાઈટો પણ ગુલ થઈ હતી. સાથે જ ધૂળની ડમરી ઉડવાના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ વરસાદ વરસતા લોકોમાં ખુશી પણ જોવા મળી હતી. સીઝન નો પહેલો વરસાદ વરસતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.સાથે જ રજા હોવાથી અનેક લોકો બાળપણની યાદ તાજી કરવા માટે ધાબા પર ચડીને પહેલા વરસાદની મજા માણી હતી.