લોકસભાની ચૂંટણી દરમિયાન વડોદરા રેન્જના પોલીસ કર્મીઓની પ્રશંસનીય કામગીરી.
લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય માટે 10 વર્ષ કરતા વધુ સમયથી ફરાર 11 આરોપીને ઝડપી પાડી પોલીસ કર્મચારીઓએ પ્રસંશનીય કામગીરી કરી હતી. ત્યારે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર વડોદરા રેન્જના 10 પોલીસ કર્મચારીઓને રેન્જ આઇજી દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી તમામને સન્માનિત કરાયા હતા.
તાજેતરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ન્યાયુક અને મુક્ત વાતાવરણમાં યોજાઇ હતી. ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ ના બને, કાયદે વ્યવસ્થા જળવાઇ રહે તથા ચૂંટણી પ્રક્રિયા પર વિપરીત અસર ના પહોંચી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વિવિધ ગુનાઓમાં ભાગતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાનની સૂચના કરાઇ હતી. જેથી છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ફરાર આરોપી પૈકીના મધ્યપ્રદેશના 3, ઉત્તરપ્રદેશ 3, મહારાષ્ટ્ર 2, હરિયાણા 1, સુરત 1 અને છોટાઉદેપુર 1 મળી 11 આરોપીઓને ઝડપી પાડીને પ્રશંસનીય કામગીરી કરી હતી. જેથી આ કામગીરીને પોલીસ વિભાગે બિરદાવી હતી. વડોદરા રેન્જમાં આવતા ભરૂચ જિલ્લાના 9 અને વડોદરા ગ્રામ્યના 1 મળી 10 પોલીસ કર્મચારીઓ દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્ચ આઇજી સંદિપ સિંહે બિરદાવી ભવિષ્યમાં પણ વધુ સારી કામગીરી કરવાની શુભેચ્છા આપવા સાથે પ્રશંસાપત્ર એનાયત કરી તેમને સન્માનિત કરાયા હતા.આ કાર્યક્રમમાં રેન્જ આઇજી સંદિપસિંહ સહિત, એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
- સન્માનિત કરાયેલા પોલીસ કર્મચારીઓના નામ-પોલીસ સ્ટેશન અને જિલ્લો
હોદ્દો નામ પો.સ્ટે.નું નામ જિલ્લો
ASI શંકરભાઇ કલજીભાઇ શિનોર વડોદરા ગ્રામ્ય
ASI દિનેશભાઇ હરીસિંહ નબીપુર ભરુચ
PC અશોકભાઇ કાનજીભાઇ નબીપુર ભરૂચ
HC કાનુભાઇ શામળાભાઇ ભરૂચ શહેર એ ડિવિ. ભરૂચ
PC ધવલસિંહ લાલજીભાઇ ભરૂચ શહેર એ ડિવિ. ભરૂચ
HC મગનભાઇ દોલાભાઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ ભરૂચ
HC ભોપાભાઇ ગફુરભાઇ વાગરા ભરૂચ
HC ભરતદાન કરશનદાન વેડચ ભરૂચ
PC તળસાભાઇ ગમાનભાઇ વેડચ ભરૂચ
PC બુધાભાઇ દિપાભાઇ અંકલેશ્વર ભરૂચ