વડોદરા શહેરના કોયલી વિસ્તારમાં એક ડમ્પર વૃદ્ધ પર ફરી વળતાં વૃદ્ધનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.
વડોદરાના કોયલી વિસ્તારમાં સોસાયટીનું નિર્માણ કોહલી રહ્યું હોય,ભારદારી વાહનો આડેધડ ચલાવતા હોય છે. રેતી કપચીનાં ડમ્પર હોય કે મોટા મિકસ્કચર ભારદારી વાહનો આવર નવાર કોઈને કોઈનો ભોગ લેતાં હોય છે. ગાઈડ લાઈન મુજબ ભારદારી વાહનો સાંજ પછી શહેર નાં ભાગોમાં આવવાની પરમિશન આપાઇ છે . તેમ છતાં શહેરનાં ગીચ વિસ્તારમાં મોટા મોટા બિલ્ડરો પાલિકાના અધિકારીઓની સાઠગાઠથી પોતાની ઉચી ઇમારતોનું નિર્માણ કરતાં જાય છે અને ભારદારી વાહનો વગર પરમિશને શહેરમાં આવતા જતા હોય છે,જેથી અકસ્માતો થતાં રહે છે અને લોકોના જીવ જાય છે. પાલિકાના નિયમો પાલિકા દ્વારા જ ના પડાય તો પ્રજા એ ભોગ બનવાનો વારો આવે છે.
વડોદરામાં ભારદારી વાહનનો નો આંતક
By
Posted on