વડોદરા શહેર માં પાલિકા નો ચમત્કાર ક્યાંક પાણી ના ફુવારા તો ક્યાંક પાણી માટે વલખાં મારતા નગરજનો
વડોદરા શહેર ના મકરંદ દેસાઈ રોડ પર આવેલી સરોજ પાર્ક, મેઘા પાર્ક જેવી અનેક સોસાયટી નાં રહીશો એ છેલ્લા બે મહિના થી દુષિત પાણી ની ફરિયાદ વોર્ડ નંબર ૧૦ માં લેખિત અને ઓનલાઇન કરી હોવા છતાં પાલિકા તરફ થી કોઈ પગલાં લેવાયા નથી . અને ગંદા અને ગટરના પાણી સાથે પીવાના પાણી નું ભેડ શેડ નું નિરાકરણ આવતું નથી. જેથી સોસાયટી ના રહીશો દ્વારા આજ રોજ વોર્ડ ઓફીસ ૧૦ માં સવારથીજ આ નિરાકરણ લાવવા પોહચ્યા હતા પરંતુ કોઈ સંતોષકારક જવાબ ના મળતા વોર્ડ૧૦ ના અધિકારી આશાબેન ને રજૂઆત કરી હતી ત્યારે આશાબેને તેઓને બહાર કાઢી મૂક્યા હતા અને કહ્યું હતું કે જતા રહો નહીતો પોલીસ બોલાવવા માં આવસે. જેથી સોસાયટી ના રહીશો રોષે ભરાયાં હતાં.અને સોસાયટી ની બહાર ધકધકતા તાપમાં પાલિકા નો વિરોધ કરિયો હતો.
તેઓનું કહેવું છે કે છેલ્લા બે મહિના થી પણ વધારે સમય થી ગંદુ અને દુર્ગંધ વાળા પાણીથી અનેક લોકો બીમાર પડયાં છે, અને ઘણા બધા લોકો ને ચામડી ના રોગ પણ થયાં છે.રહીશોનું કહેવું છે કે જો કોર્પોરેશન તરફ થી જલ્દીથી આ તકલીફ નું નિરાકરણ નહિ લાવવા માં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.