પાલિકાની ભૂલની સજા પ્રજા કેટલી ભોગવે?
વડોદરા સમાં વિસ્તાર ના કોર્પોરેશન પાણીનો વાલ્વ લીકેજ થતાં પચીસ ફૂટ ઉપર ફુવારો થતાં ત્રીજા માળના ઘરમાં પાણી ઉડ્યું હતું.
વડોદરા વોર્ડ નંબર એક ન્યુ સમા વિસ્તારના શુક્લા નગરમાં કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ પાણી ની ટાંકીનો વાલ્વ કેટલાય દિવસથી લીક થતો હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે છતાં કોઈ નિકાલ કરવા આવતું નથી. લીકેજ થતાં પાસેનાં એપાર્ટમેન્ટના છેક ત્રીજે માળે પાણીનો ફુવારો ઊડી ધરમાં પાણી ભરાય છે અને ઘર સામાનને નુકસાન થયું છે.પરિવાર અને એપાર્ટમેન્ટ ના લોકો પરેશાન થઈ ગયા છે. સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકા માં ફરિયાદ કરી હોવા છતાં કોઈ જોવા પણ આવતું નથી. ત્યારે આજરોજ પાલિકા કર્મચારી મોકલીને વાલ્વ બદલવાનું કામ હાથ ધરાયું હતું.જો આજ વસ્તુ કોઈ નેતા કે અધિકારીના ઘરમાં આવીજ રીતે પાણી ભરાતું હોત તો આટલો સમય લાગત?
વડોદરા: સમામાં વાલ્વ લીકેજ, પાણીનો ફુવારો ત્રીજા માળ સુધી ઉડ્યો
By
Posted on