હદ પાણીગેટ પોલીસ સ્ટેશન નઈ પણ પી સી આર વાન કપુરાઈ પોલીસ સ્ટેશન લઈ ગઇ
પાણીગેટ વિસ્તારમાં રહેતા 28 વર્ષના વિનોદ દુહારી રાત્રે જમીને તેના ઘરની બહાર પાનના ગલ્લા પર બેઠો હતો તે દરમિયાન નશામાં ઘૂત યુવકે તેને માર મારીને તેની સાથે ઝઘડો કરતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો જોકે ઘટના પાણીગેટ વિસ્તારમાં એટલે કે પાણીગેટ પોલીસ મથક ની હદમાં ઘટી હતી તે છતાં ઓળખાણ ના કારણે ઘટના કપુરાઈ પોલીસ મથકમાં નોંધવામાં આવી અને યુવકને પૂર્વક માર મારતા આખરે યુવક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ પહોંચ્યો હતો અને કપુરાઈ પોલીસ ના પ્રકોપ વિશે જણાવ્યું હતું. જેથી સયાજી હોસ્પિટલ દ્વારા આ બનાવ અંગે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે આ યુવક ફરિયાદ નોંધાવતા તેમજ હોસ્પિટલમાં તેને ઈજા કઈ રીતે થઈ છે તે બાબતે જણાવતા પણ ડરતો હતો પરંતુ આખરે તેના હિંમત દર્શાવીને આ બનાવ અંગે જાણ તો કરી પરંતુ હજી પણ આ યુવાન ભયના ઓથાર નીચે દબાયેલો જોવા મળ્યો હતો. જોકે હવે જોવાનું તે રહ્યું કે શું આ યુવક ને ન્યાય મળશે કે પોલીસને બચાવવામાં આવશે?
પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવક વિનોદ દુહારી તેના ઘરની બહાર આવેલા પાનના ગલ્લા પર બેઠો હતો તે દરમિયાન અન્ય એક યુવકે આવીને તેની સાથે ઝઘડો કરતા પ્રથમ પીસીઆર વાને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જો કે સમાધાન બાદ પણ અન્ય યુવક જે દારૂના નશામાં ચુર હતો તે અન્ય તેના સાથી મિત્રો અને મહિલાને લઈને યુવકના ઘરે પહોંચી ગયો હતો અને રાત્રિના ત્રણ વાગ્યે તેના ઘરની બહાર જઈને ધમાલ મચાવી હતી જેથી વિનોદે 100 નંબર પર ફોન કરીને બનાવ અંગે જાણ કરી હતી. એક તરફ વિનોદ એ કંટ્રોલ પર બનાવ અંગેની જાણ કરતાં જ નશામાં ધૂત અન્ય યુવક સાથે આવેલી મહિલાએ તેના ઓળખીતા પોલીસને બનાવ અંગે જાણ કરતા પીસીઆર વન ફરિયાદીને પાણીગેટ પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે કપુરાઈ પોલીસ મથકે લઈ ગઈ હતી જ્યાં ફરિયાદીને પ્રથમ તથા સમાધાન માટેનું કહેવામાં આવ્યું હતું જોકે આ બાબતે ફરિયાદી માની પણ ગયો હતો તે છતાં પણ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદી વિનોદ ને બે રહેમી પૂર્વક માર મારવામાં આવ્યો હતો જોકે માર મારવાના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રત થઈ ગયો હતો તે છતાં પણ તેને પોલીસ મથકમાં જ બેસાડી રાખવામાં આવ્યો હતો જેથી આખરે વિનોદ પોલીસની નજર ચૂકવીને સારવાર માટે હોસ્પિટલમાં ભાગી છુટ્યો હતો જ્યાં તેને સારવાર દરમિયાન તબીબ દ્વારા પૂછવામાં આવતા તેને તમામ હકીકત જણાવી હતી જેથી આ બનાવ અંગે પાણીગેટ પોલીસ મથકમાં કપૂરાઈ પોલીસના કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જો કે આ બનાવ બાદ લોકમાનસમાં એવી પણ ચર્ચા કરવામાં આવે છે કે જો હદ વિસ્તાર પાણી ગેટનો હતો તો તેને કપુરાઈ પોલીસ મથકમાં કેમ લઈ જવામાં આવ્યો? શું પીસીઆર વાન પણ આ બનાવ વિશે અને ઓળખાણ વિશે જાણતી હતી? તેમજ તેવા પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે પોલીસ વિભાગ ફૂટેલું છે કે જે ફરિયાદીને પણ આરોપીની જેમ ઢોરમાર મારીને ફરિયાદ ન કરવા માટે મજબૂર કરી રહ્યું છે.