વડોદરા શહેર ના સલાટવાડા વિસ્તાર માં રાવળ પરિવાર નોએક નો એક પુત્ર દેવ રાવળ ભારતીય સેનાનીઅગ્નીવિર યોજનામાં પસંદગી.
ભારતીય સેનાની અગ્નીવિર યોજના માં ઇલેક્ટ્રિક વિભાગ માં શહેર નાં સલાટવાડા વિસ્તાર ના વડોદરા નું ગર્વ એવા દેવ રાવળ ની પસંદગી થતા પરિવાર ના સભ્યો માં હર્ષ ની લાગણી જોવા મળી હતી. પરિવાર ની સાથે સાથે વડોદરા ના સલાટવાડા વિસ્તાર ના રહેવાસીઓ માં ખુશી ફેલાઈ હતી અને દેવ રાવળ ની ભારતીય શેના અગ્નીનીવિર યોજના માં પસંદગી પર આખા ફળિયા ના લોકો એ દેવ રાવળ ને ઘોડા પર બેસાડી ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું.
અગ્નિવિર યોજના માં દેવ રાવળ ની પસંદગી થતાં પરિવાર નાં સભ્યો મિત્રો અને ફળિયાના લોકો ખૂબ ખુશ થઈ ગયા હતા અને હર્ષ ની લાગણી ફેલાઇ હતી.
દેવ રાવળના પરિવારે જણાવ્યું હતું કે આજનો દિવસ અમારા માટે ખૂબ અગત્યનો છે.અમારો એક ને એક છોકરો આજે દેશ ની સેવા કરવા માટે જઈ રહ્યો છે એની અમને ખૂબ ખુશી છે અને ગર્વ પણ છે.પરિવારના સભ્યો ની આંખમાંથી હર્ષ ના આશુ નીકળી આવ્યા હતા. દેવ રાવળ ના સગા સંબંધી અને મિત્રો એ જણાવેલું કે દેવ રાવળ ની મેહનત રંગ લાવી નાનપણ થીજ દેવ રાવળ ને ભારતીય શેના માં જવાની ઈચ્છા હતી અને તેણે ખૂબ મેહનત કરી હતી જે કારણે આજે એનું સ્વપ્નું પૂરું થયું છે. દેવ રાવળે વધુ માં જણાવ્યું હતું કે અગ્નીવીર યોજના માં યુવાઓએ જોડાવું જોઈએ અને ભારતીય સેનાને મજબૂત બનાવવી જોઈએ.સાથે સાથે મોદીજી નો પણ આભાર વ્યકત કર્યો હતો.