Vadodara

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી લોખંડની પ્લેટોની ચોરી કરનાર બે ઝડપાયાં

લેબર કોન્ટ્રાક્ટરે સેન્ટિંગ માટે પ્લેટો મંગાવી હતી તેમાંથી 36 પ્લેટો ચોરી ગયા હતા

પ્લેટોના વેચાણની ફિરાકમાં ફરતા ક્રાઇમ બ્રાન્ચે અકોટા વિસ્તારમાંથી દબોચ્યાં

(પ્રતિનિધિ) વડોદરા તા.5

મુંબઇથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકની કામગીરી ચાલી રહી છે. જેને લઇને પંડ્યા બ્રિજ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવે છે. જેથી ત્યાં સેન્ટીંગના કામ માટે લેબર કોન્ટ્રાક્ટરે નાની મોટી લોખંડની પ્લેટો મંગાવીને સાઈટ પર મૂકી હતી. કોઇ તસ્કરોએ રાત્રિના સમયે 36 લોખંડની પ્લેટો કિંમત રૂ. રુ.23 હજારની કોઇ લઇ ગયા હતા. લેબર કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે બે ઝડપી પાડી સયાજીગંજ પોલીસને સુપ્રત કરાયા છે.

શહેરના બાજવા કરોળિયા રોડ પર દીપ જ્યોત ટેનામેન્ટમાં રહેતા રાજેશભાઈ દલપતભાઈ ઝાલા લેબર કોન્ટ્રાક્ટર બે મહીનાથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સબ લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સેન્ટીંગની કામગીરી માટે લેબર કોન્ટ્રાક્ટર લોખંડની મોટી પ્લેટો 130 નંગ નાની પ્લેટો નંગ 50 મળી ખરીદ કરી હતી. પંડ્યા બીજની બાજુમાં અમારું બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ ચાલતુ હોય ત્યાં તેનો ઉપયોગ કરતા હતા. દરમિાયન 3 જૂનના રોજ સાંજના સમયે કામગીરી પુર્ણ થયા બાદ ખુલ્લામા પ્લેટો મુકી ગયા હતા. દરમિયાન મોડી સમયે તસ્કરો આવ્ય હતા અને લોખંડની પ્લેટોમાંથી 36 નાની મોટી પ્લેટો મળી 23 હજારના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. લેબર કોન્ટ્રાક્ટર સહિતના શ્રમિકો બીજા દિવસે સાઇટ પર આવી લોખંડની પ્લેટોની ઓછી ગણતરી કરતા ઓછી જણાઈ હતી. જેથી લેબર કોન્ટ્રાક્ટરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બુલેટ પ્રોજેકેટની પ્લેટોની ચોરી કરનાર શખ્સો વેચાણ કરવાની ફિરાકમાં ફરતા હતા. જેથી અકોટા દિનેશ મિલ રોડ પરથી આકાશ મધુકર શકપાલ ( રહે.માંજલપુર અલવાનાકા) તથા સલમાન વાહીદખાન ચૌહાણ (રહે. તાંદલજા રોડ )ને ઝડપી પાડ્યા હતા. તેમની પસેથી પ્લેટો અને મોપેડ મળી 20 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે સયાજીગંજ પોલીસને સોંપવામાં આવ્યા છે.

Most Popular

To Top