સરદાર ભુવનના ખાચાંના દુકાનદારો અને પાલિકા વિવાદનો અંત ક્યારે?
વડોદરા મહાનગર પાલિકા અને ફાયર વિભાગ દ્વારા 5 દિવસ પહેલા સરદારભુવનના ખાચામાં ફાયર સેફ્ટી અને NOCના અભાવ mમાં દુકાનો સિલ કરવામાં આવી હતી. જેને લઈને વેપારીઓમાં રોષ હતો અને ધરણાં પણ કરાયા હતા. જેને લઇને આજરોજ પાલિકાના કમિશ્નર, ટાઉન પ્લાનિંગ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત સ્થાનિક કાઉન્સિલરોએ સરદાર ભુવન વિસ્તારની મુલાકાત લીધી હતી. ટાઉન પ્લાનિંગના અધિકારી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ સ્થળ મુલાકાત પછી વેપારીઓ ને જણાવ્યું હતું કે, થોડો સમય આપો અમે તમારી પડતી તકલીફ નો અંત લાવીશું.
પાલિકાનાં અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે આજે વાત થઈ હતી પણ કોઈ સ્પષ્ટ જવાબ પાલિકા દ્વારા ના મળતા વેપારીઓ માં રોષ જોવા મળ્યો હતો.
સરદાર ભુવન વિસ્તાર ના વેપારીઓ ની દુકાનો ને સિલ કરવાનો વિવાદ ખૂબ ચર્ચા માં છે.