Vadodara

સેવાલીયામાં છેલ્લાં બે મહિનાથી સીએનજી મળતો બંધ થતાં વાહનચાલકોને હાલાકી


અગાઉ HP પેટ્રોલપંપ ખાતે મળતો પુરવઠો બંધ કરી ફક્ત IOC ના પંપે ચાલુ રાખવાના નિર્ણય બાદ ગેસ પુરવઠો સદંતર બંધ


સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના વડામથક સેવાલિયા ખાતે સીએનજી ગેસ બે માસ પહેલા એક જ પેટ્રોલ પંપ નિશા પેટ્રોલિયમ ઇન્ડિયન ડીલરને ત્યાં જ મળતો હતો, પંરતુ છેલ્લા બે માસ જેટલા સમયથી આ પંપના ડીલર દ્વારા સીએનજી ગેસ પુરવઠો નિયમિત રાખવામાં આવ્યો નથી. બે માસથી સદંતર બંધ કરી દેવામાં આવતા સીએનજી વાહનોને હાલાકી ઉભી થવા પામી છે. હાલમાં સીએનજી વાહનોને અંબાવ અથવા બાલાસિનોર ખાતે સીએનજી ગેસ પુરાવવા જવાની નોબત આવી રહી છે. જેને કારણે કોઈપણ પ્રવાસ અથવા અચાનક દોડવાનું થવાના કારણોમાં વાહન ધારકોને ૨૫ થી ૩૦ કિમી જેટલો ગેસ અમસ્તો વપરાશ કરવો પડે છે. જેનો વપરાશ ખર્ચ ૧૦૦ થી ૧૨૦ જેટલો ફાલતુ થવા જાય છે. સાથે આટલા અંતરની મુસાફરી માત્ર પોતાના વાહનમાં સીએનજી પુરાવવા સમય સાથે ખર્ચ બરબાદ કરવો પડે છે. આ બાબતે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પુરવઠા અધિકારી અને સ્થાનિક મામલતદાર સત્વરે પગલા ભરી તાત્કાલિક ધોરણે સીએનજી પમ્પ ચાલુ કરાવવા પ્રજાની માંગ છે. આમ સરકારની ઝુંબેશ છે કે ડીઝલ અને પેટ્રોલ અને સીએનજી ગેસનો બચાવ કરો તેની સામે આ હકીકત જોતા સીએનજી ગેસનો ફોટો વ્યય થાય છે

આ અગાઉ HP પેટ્રોલપંપ ઉપર સીએનજી ગેસ સુલભ મળતો હતો. પંરતુ સરકાર દ્વારા માત્ર IOC ડીલરને જ સીએનજી ગેસ વિતરણ માટે ચાલુ રાખવાના આદેશ બાદ સેવાલિયા નિશા પેટ્રોલિયમના સંચાલક દ્વારા સીએનજી પુરવઠો એકાએક બંધ કરી દેવાતા પ્રજાના સમય અને નાણાંનો ખોટો વેડફાટ થઈ રહ્યો છે. આ બાબતે તાકીદે કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને સીએનજી સુલભ બને તો ફોગટમાં દૈનિક લાખો રૂપિયાની થતી બરબાદી અટકે તે ઈચ્છનીય છે.

Most Popular

To Top