Vadodara

વડોદરામાં 24 કલાકમાં ગરમીના કારણે 3 વ્યક્તિના શંકાસ્પદ મોત


પાદરા તાલુકાના રણુ ગામની મહિલા અને ચક્કર આવતા સારવાર હેઠળ

વડોદરા તા 3

શહેર અને જિલ્લામાં ગરમીના કારણે ત્રણ વ્યક્તિના શંકાસ્પદ મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે પાદરા તાલુકાના રણુ ગામની મહિલા સારવાર માટે ખસેડવામાં આવી છે.
પ્રથમ બનાવની મળતી વિગત મુજબ વડોદરા તાલુકાના ભાયલી ગામે અર્થ એકરોપોલીસ એપાર્ટમેન્ટમાં રહેતા 75 વર્ષના વિશ્વનાથદાસ નારાયણદાસ જીયાણી બીમાર રહેતા હતા. ગત સવારે 11:30 વાગ્યે તેઓ બાથરૂમમાં નાહવા માટે ગયા હતા. નાહીને પરત આવ્યા બાદ રૂમમાં જઈ સૂઈ ગયા હતા. તેથી તેમના પત્ની મંજુદા હશે તેમને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ જાગ્યા ન હતા. તેથી તેમના દીકરા વંશ 108 ની મદદથી ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ગરમી અને બીમારીના કારણે વૃદ્ધનું મોત થયાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું હોવાનું તાલુકા પોલીસે જણાવ્યું હતું.

બીજા બનાવની મળતી વિગત મુજબ માંજલપુરની વ્રજ હોસ્પિટલની બાજુમાં આવેલી શ્યામધામ સોસાયટીના ગેટ પાસેથી વહેલી સવારે 7:00 વાગ્યે અજાણ્યા 55 વર્ષનો આધેડ બેહોશ હાલતમાં મળી આવ્યો હતો તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગરમીને કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હોવાનું માંજલપુર પોલીસે જણાવ્યું છે.

ત્રીજા બનાવની મળતી વિગત મુજબ મળતી વિગત મુજબ સમા વિસ્તારની ભાગવતનગરમાં રહેતા મનીષ સમીર પ્રજાપતિ ઉંમર 37 પોતાના ઘરે બેહોશ થઈ ગયા હતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ચોથા બનાવની મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના રણુ ગામના ડેરી ફળિયામાં રહેતા 55 વર્ષના લીલાબેન બળદેવભાઈ માળીને ગરમીના કારણે ચક્કર આવતા હતા અને તાવ અને અશક્તિ જણાતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


વડોદરા વકીલ મંડળના નાની વયના વકીલ કમલેશ તિરથદાસ ગંગવાનીનું હાર્ટ અટેકથી મોત

વડોદરા વકીલ મંડળના નાની વયના વકીલ કમલેશ તિરથદાસ ગંગવાનીનું હાર્ટ અટેકથી મોત નીપજયું હતું. વડોદરા વકીલ મંડળના નાની વયમાં નામના મેળવનાર વકીલ કમલેશ તિરથદાસ ગંગવાનીનું તા. ૦૩/૦૬/૨૦૨૪ને સોમવારના રોજ રાત્રે ૧:૩૦ કલાકે હૃદય રોગના હુમલાના કારણે આકસ્મિક અવસાન થયું હતું.
નોંધનીય છે કે તેઓ હરણી બોટકાંડમાં ગોપાલ શાહનો કેસ લેનાર યુવા વકીલ હતા.

Most Popular

To Top