કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવદનપત્ર પાઠવી રજૂઆત :
જાણી જોઈને પક્ષપાતનું વલણ અપનાવે એ બહુ મોટો પ્રશ્ન ? આ લોકોની નિષ્પક્ષતા પર પણ સવાલ ઉભો થાય છે : ઋત્વિજ જોષી
4 જૂન આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. પરિણામ જાહેર કરવામાં આવશે. આવતીકાલે તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાંથી ખુલશે. કોંગ્રેસના ચૂંટણી એજન્ટ દ્વારા પણ મતગણતરીને લઈને તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે મત ગણતરીના આગલા દિવસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. જેમાં અધિકારી વિવેક ટાંક દ્વારા કથિત રીતે ચૂંટણી એજન્ટના-કાઉન્ટિંગ એજન્ટના ફોર્મ 18 વિશે ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
મંગળવારે મતગણતરી પ્રક્રિયા હાથધરાશે. ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કરાયેલી માર્ગદર્શિતાનું સખ્તપણે પાલન કરવામાં આવે આ સહિતની અનેક માંગ સાથે મતગણતરી પૂર્વે સોમવારે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર અને ચૂંટણી અધિકારી બીજલ શાહને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોષી, પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, આવતીકાલે જ્યારે લોકસભાની ચૂંટણીની મતગણતરી થવાની છે. ત્યારે અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી એજન્ટ દ્વારા જે પ્રોસિજર છે તે પૂરો કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારે વિધાનસભા મુજબ જે ફોર્મ 18 નો નમૂનો છે. એમાં પણ લખેલું છે ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ નિયમ છે કે, દરેક વિધાનસભા વાઈઝ 15 નામો મૂકવાના હોય છે. અમારા ચૂંટણી એજન્ટ દ્વારા વારંવાર મૌખિક અને રૂબરૂમાં રજૂઆત કરવા છતાં પણ જે ચૂંટણી અધિકારી નીચે અહીંયા ટાંક સાહેબ છે. એમના દ્વારા અમારા ચૂંટણી એજન્ટને એક જ વાત કહેવામાં આવે છે કે, તમારે વિધાનસભા વાઈઝ 14 નામ મુકવાના છે. જેને કરીને અમે રજૂઆત કરી કે નિયમ મુજબ 15 નામ છે, તેમ છતાં 14 નામ લીધા અને જ્યારે ગઈકાલે અમે કલેકટરની ઓફિસ પાસે આવ્યા અને જ્યારે ખબર પડી કે ભારતીય જનતા પાર્ટી પાસેથી 15 નામો લીધા છે. તો આજે રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ સાથે અન્યાય કેમ ? અમારા કેમ 14 નામ, અમારે પણ 15 હોવા જોઈએ નિયમ પ્રમાણે. તેમ છતાં પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થતો હોઈ એમ લાગે છે. ચાલુ ચૂંટણીમાં પણ ઘણી બધી ફરિયાદો કરી છે. સંતોષકારક જવાબ નથી મળ્યા. કાઉન્ટિંગમાં અમે તો સહકાર આપવા માંગીએ છીએ. કારણ કે અમે તો પ્રજાના મતથી અમે જીતવાના છીએ. ત્યારે આ બધી બાબતે રજૂઆત કરી છે, સાથે સાથે જે અગાઉ જે કાઉન્ટિંગ 2019 ની લોકસભા હોય કે 2022 ની વિધાનસભામાં જે અનુભવ થયા છે. ત્યારે આ વખતે પહેલા રાઉન્ડનું જ્યારે કાઉન્ટિંગ ચાલતું હોય ત્યારે જ્યાં સુધી એનાઉન્સમેન્ટ ન થાય અને નોટિસ બોર્ડ પર ન લખાઈ જાય ત્યાં સુધી બીજા રાઉન્ડનું કાઉન્ટિંગ શરૂ કરવું નહીં અને નાની નાની બાબતો છે. એનું ખાસ કરીને ધારો કે પોસ્ટલ બેલેટ એની જે મત ગણતરી થાય તો ઇવીએમ મશીનનું કાઉન્ટિંગનું રીઝલ્ટ છે. એના પહેલા પોસ્ટલ બેલેટની જાહેરાત થાય એવી પણ અમે રજૂઆત કરી છે. કારણ કે ભૂતકાળમાં કડવા અનુભવ થયા છે. હાલ તેમણે કીધું છે કે તમારા પણ વિધાનસભા વાઈઝ 15 નામો લઈશું. કારણ કે જે 15 મું નામ હોય છે. એ જે એમનો એઆરઓ બેઠો હોય છે. એની બાજુમાં રાજકીય પક્ષનો અમારો પ્રતિનિધિ હોવો જોઈએ. આ બાબતે પણ અમે રજૂઆત કરી છે. કારણ કે કલેક્ટર સાહેબ છે. એ ઈસીઆઈની ગાઇડલાઇનની વાત કરે છે. પરંતુ કદાચ એમની નીચેના અધિકારીઓ જે છે એમને ટ્રેનિંગમાં ભૂલ થઈ ગઈ છે કદાચ અથવા તો જાણી જોઈને પક્ષપાતનું વલણ અપનાવે છે એ બહુ મોટો પ્રશ્ન છે એટલે આ લોકોની નિષ્પક્ષતા પર પણ સવાલ ઊભો થાય છે.