વડોદરા શહેર સ્વચ્છતા રેન્કિંગ પછડાઈને સાવ તળિયે પહોચ્યું છે ત્યારે હાલમાં સ્વચ્છતા ૨.૦ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. ત્યારે વડોદરાના નેતાઓ અને પાલિકાના સત્તાધીશો સાફ સફાઈ પર વધુ ધ્યાન આપતા હતો એવો દેખાડો કરી રહ્યા છે. નેતાઓ ફોટા મેળવવામાં એટલા વ્યસ્ત હોય છે કે જ્યાં બિલકુલ કચરો ન હોય ત્યાં ઝાડુ મારીને પ્રસિદ્ધિની લહાયમાં હાસ્યાસ્પદ બની રહ્યા છે. વડોદરાના અલગ અલગ વિસ્તારમાં મેયર સહિતના પાલિકા મના સત્તાધીશો પહેલાથી જ સ્વચ્છ જગ્યામાં કચરો વળતા નજરે પડ્યા હતા. આવા દેખાડા કરવાના બદલે પાલિકાના સફાઈ તંત્ર પાસેથી.અસરકારક કામ લઈ સુરત અને ઇન્દોરની જેમ વડોદરાને પણ ખરા અર્થમાં સ્વચ્છ બનાવવા સત્તાધીશો કામ કરે એવું શહેરની પ્રજા ઈચ્છી રહી છે.
અહીં કચરો ક્યાં દેખાય છે? સફાઈના નાટક બંધ કરો
By
Posted on