Vadodara

વડોદરા : ઢોર પાર્ટી પર પશુપાલકોના હુમલા બાદ પાલિકાએ 7 ઢોરવાડા પર બુલડોઝર ફેરવ્યું

ઈન્દ્રપુરી અતિથિગૃહ પાસે આવેલા 5 થી વધુ ઢોરવાડા પર બુલડોઝર ફેરવ્યું

ટેગીંગ વિનાના ઢોરો કબ્જે કરવામાં આવ્યા :

( પ્રતિનિધિ ) વડોદરા તા.3

વડોદરા વડોદરા મહાનગરપાલિકાએ બધું એક વખત ઢોર લવાડા સામે લાલ આંખ કરી છે. શનિવારે રાત્રે ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટીની ટીમ ઉપર હુમલાની ઘટના બાદ પાલિકાએ સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. આજરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ઇન્દ્રપુરી અતિથિગૃહ પાસેના પાંચ થી સાત જેટલા ગેરકાયદેસર ઢોરવાડા ઉપર બુલડોઝર ફેરવ્યો હતો જ્યારે ટેગીંગ વગરના ઢોરોને પણ જપ્ત કર્યા હતા.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ એક વખત શહેરમાં ગેર કાયદેસર ચાલતા ઢોરવાડા ઉપર કાર્યવાહી હાથધરી છે. શનિવારે રાત્રે કંટ્રોલ વર્ધીના આધારે ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટીની ટીમ ઉપર કિશનવાડી વિસ્તારમાં પશુપાલકોએ હુમલો કર્યો હતો જેમાં બેથી વધુ કર્મચારીઓને બીજા પહોંચી હતી આ મામલે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી તો બીજી તરફ આ ઘટનામાં પશુપાલકો હુમલો કર્યા બાદ પકડેલા ઢોરો છોડાવી ફરાર થઈ ગયા હતા. ત્યારે વધુ એક વખત પાલિકાએ દેર આયે દુરસ્ત આયે તેમ ઢોરવાળાઓ પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ઇન્દ્રપુરી અતિથિગૃ પાસે ગેરકાયદેસર ચાલી રહેલા પાંચથી સાત જેટલા ઢોરવાડા ઉપર પાલિકાની જુદી જુદી ટીમોએ પોલીસ બંદોબતને સાથે રાખી બુલડોઝર ફેરવ્યો હતો જ્યારે ટેગિંગ વગરના ઢોરોને જપ્ત કર્યા હતા.

અધિકારી વિજય પંચાલે જણાવ્યું હતું કે પાંચથી સાત જેટલા ઢોર વાળાઓ છે જેઓને વારંવાર રજૂઆત કરી છે કે, લાયસન્સ લઈ લો ધોરોનેટિંગ કરાવી લો. પરંતુ આજ દિન સુધી જે કરાવ્યું ન હોય જેથી કરીને જે ટેગિંગ વગરના પશુઓ છે. તેને જમા લેવાની કાર્યવાહી કરી છે સાથે પણ પશુપાલકો જો ટેગિંગ નહીં કરાવે અને લાયસન્સ માટે અરજી નહીં કરે તો તેઓના ઢોરવાડા આગળ પણ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા એક અઠવાડિયાથી તેઓને મૌખિક સૂચના અને નોટિસ આપવાની કાર્યવાહી ચાલી જ હતી અને હાલમાં આ કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top